News of Thursday, 17th July 2025
મોરબીમાં નડતરરૂપ વૃક્ષો તથા ડાળીઓનું ટ્રીમિંગ કરતી મનપાની ગાર્ડન શાખા.
જાહેર જનતાને માર્ગવ્યવહાર દરમ્યાન થતી મુશ્કેલીમાંથી રાહત મળી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા મોરબી મહાનગરપાલિકા હદ હેઠળના વિવિધ વિસ્તારોમાં આવેલ મુખ્ય રસ્તાઓ તથા શેરીઓ પર નડતરરૂપ વૃક્ષો તથા તેમની ડાળીઓનું અનુકૂળ રીતે ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. આ પગલાંથી જાહેર જનતાને માર્ગવ્યવહાર દરમ્યાન થતી મુશ્કેલીમાંથી રાહત મળી છે. અને પરિવહન વ્યવસ્થામાં પણ સહુલિયત થઈ છે. આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે. અને જરૂર જણાય ત્યાં બીજા વિસ્તારોમાં પણ નડતરરૂપ વૃક્ષોના નિકાલ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
