<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆત ફળી : મોરબી-માળિયા ગ્રામ્ય વિસ્તારમાં 8 નવા પુલના કામ માટે જોબ નંબર ફાળવાયા.

ગ્રામ્ય વિસ્તારમાં સાત તથા મોરબી તાલુકામાં એક મળી મકાન વિભાગ હસ્તક 8 નવા પુલ બનાવવા માટે રૂ.11.00 કરોડના કામના જોબ નંબર ફાળવી દેવાયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળીયા વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારમાં સાત તથા મોરબી તાલુકામાં એક મળી મકાન વિભાગ હસ્તક 8 નવા પુલ બનાવવા માટે રૂ.11.00 કરોડના કામના જોબ નંબર ફાળવાયા છે. આ પુલ નવા બનતા હવે વાહનવ્યવહાર સરળ બનશે.

   મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા માળીયા તાલુકામાં (1) રાસંગપર- મેઘપર- દેરાળા- મહેન્દ્રગઢ રોડનો એક ભાગ (2) રાસંગપર-મેઘપર-દેરાળા-મહેન્દ્રગઢ નો બીજો ભાગ (3) ખાખરેચી-વેણાસર રોડ (4) માણાબા-સુલતાનપુર-ચીખલી રોડ (6) એસ.એચ.થી ખીરસરા એપ્રોચ રોડ (7) સ્ટેટ હાઇવેથી નાના દહીસરા એપ્રોચ રોડ તથા મોરબી તાલુકાના રવાપર(નદી) થી સાદુળકા રોડ એમ કુલ 8 રોડના હયાત કોઝવે તથા સાંકળ નાળા પર નવા પુલ બનાવવાની કામગીરી માટે રૂ. 11.00 કરોડના જોબ નંબર ફાળવાયા છે. આ રોડ પર બોક્સ કલવર્ટ અને બોક્સ સેલ બનાવાથી વાહન ચાલકોને ખૂબ અનુકૂળતા રહેશે. મંજૂરીથી સંબંધિત ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાયેલી છે. તેમ યાદીમાં જણાવાયું છે


 

(12:30 AM IST)