News of Friday, 18th July 2025
મોરબીમાં ડો. હસ્તીબેન મહેતાના ચાર મેડિકલ કેમ્પ સાથે 185 કેમ્પ સંપન્ન.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી ખાતે માતુ શ્રી ચારૂમતીબેન પ્રસન્નકુમાર જાની તથા આચાર્યાશ્રી વિદ્યાબેન મહેતાની પુનિત યાદમાં મોરબીના ખારી વાડી, પ્રાથમિક શાળા, લીલાપર કેનાલ પાસે ડૉ. હસ્તલેખા (હસ્તી) બેન મહેતા ના ચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
.આ કેમ્પમાં આવતા સર્વે બાળકોને ચેક અપ કર્યું. લગભગ ૪૫૦થી વધુ લાભાર્થી બાળકોને શરદી તાવ,પેટના ,કાન,નાક ,ગળાને હાથ પગના દુખાવા વગેરેની ત્રણ દિવસ દવા આપવા સાથે બાળકોને સ્વછતાની માહિતી આપેલ, આ કેમ્પ ને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય અજીતભાઈ મોરડિયા તેમજ સમગ્ર સ્ટાફે સરસ શિસ્તબધ્ધ કામગીરી કરી હતી. કેમ્પ સહાયક રશિમન ભાઈ દેસાઈ, શ્રીમતી દર્શન બેન ત્રિવેદી ,જીગ્નેશભાઈ કોઠારી એ સેવા આપેલ.
(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
