<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

પૂર્વ કચ્છના ગાંધીધામ નેત્રમનો ગુના શોધવામાં રાજ્યમાં પ્રથમ નંબર

ડીજીપી વિકાસ સહાય ના હસ્તે પોલીસ ભવન, ગાંધીનગર ખાતે ઈનામ એનાયત

 

 

 

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૮

 પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ગાંધીધામમાં પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોરના માર્ગદર્શન તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.જી.રાજની દેખરેખ હેઠળ" નેત્રમ” (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) કાર્યરત છે. ક્રાઈમ ડિટેકશન માટેની શોધ કેટેગરીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી નેત્રમ ગાંધીધામ પૂર્વ કચ્છ ને પ્રથમ 

નંબરનું ઇનામ એનાયત કરાયું છે.  ઈનામ ડીજીપી વિકાસ સહાય ના હસ્તે પોલીસ ભવન, ગાંધીનગર ખાતે એનાયત કરવામાં આવ્યો હતો . નેત્રમ ગાંધીધામ ખાતેથી અલગ અલગ પ્રકારના ગંભીર ગુનાઓની CCTV મારફતે ક્રાઈમ ડિટેકશનની ખૂબ જ સુંદર કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો હોવાનું  પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર એ જણાવ્યું હતું.(તસવીર: મુકેશ રાજગોર, રાપર)

(9:36 AM IST)