News of Friday, 18th July 2025
કોડીનાર પંથકમાં ૨૧૫ બોટલ દારૂ અને ૬૬ ટીન બિયર સાથે ૨ ઝડપાયા, ૨ ફરાર

કોડીનાર, તા.૧૮: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ગેરકાયદેસર પ્રવળત્તિઓ જેવી કે જુગાર અને પ્રોહિબિશનને નેસ્તનાબૂદ કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને, LCBના પો.ઈન્સ. એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સબ ઈન્સ. એ.સી. સિંધવ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી.
પેટ્રોલિંગ દરમિયાન, એ.એસ.આઈ. શૈલેષભાઈ ડોડીયા અને પો.હેડ કોન્સ. લલિતભાઈ ચુડાસમાને મળેલી સંયુક્ત બાતમીના આધારે, કોડીનાર અજંટા ટોકીઝ પાસે આવેલા એક રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન, બનાવટના વિદેશી દારૂની અલગ ૨૧૫ બોટલો, જેની કિંમત ઈં ૨૨,૧૦૦/- છે, તેમજ ૬૬ ટીન બિયર, જેની કિંમત ઈં ૬,૬૦૦/- છે, મળી આવ્યા હતા. આ ઉપરાંત, ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત ઈં ૧૫,૦૦૦/- આંકવામાં આવી છે. આમ, કુલ ઈં ૪૩,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પોલીસે ઘટના સ્થળેથી ભરતભાઈ ઉર્ફે ગોલાવાળી નારણભાઈ કામળીયા (ઉ.વ. ૪૫), ધંધો મજુરી, રહે. નવીશેરી
અને બાલુભાઈ કાનાભાઈ વાળા (ઉ.વ. ૩૬), ધંધો મજુરી, રહે. નવી શેરી, બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે
જ્યારે અન્ય બે આરોપીઓ રમેશભાઈ ભીખાભાઈ વાળા, રહે. નવીશેરી, તથા હનીફભાઈ નથુભાઈ શેખ, રહે. રોણાજ, બંને આરોપીઓ નાશી જતા તેમને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી બદલ કોડીનાર પો.સ્ટે.માં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરોડાને કારણે કોડીનાર પંથકમાં ગેરકાયદેસર દારૂની પ્રવળત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.(૩૮.૧૧)
(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
