<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

ભાવનગરમાં કારચાલક પોલીસ પુત્રની અટકાયતઃ પાંચને હડફેટે લેતા બેના મોત

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર તા.૧૮: કાળિયાબીડમાં શક્‍તિમાના મંદિર પાસે બેકાબુ કારે પાંચ લોકોને અડફેટે લીધાં હતા. આ બનાવમાં બે લોકોના મોત નિપજ્‍યા છે.  હિટ એન્‍ડ રનના આ બનાવ અંગે પોલીસે આરોપી પોલીસ પુત્રની અટકાયત કરી છે.

ગઈ કાલે સાંજે બેકાબુ થયેલી જીજે-૧૪-એપી-૯૬૧૪ નંબરની કારે કુલ પાંચ લોકોને અડફેટે લઈ અકસ્‍માત સર્જ્‍યો હતો. જેમાં ભાર્ગવભાઈ ભરતભાઈ ભટ્ટી (ઉ.વ.૩૩, રહે.અક્ષરપાર્ક, કાળિયાબીડ) અને ચંપાબેન પરશોત્તમભાઈ વાસાણી (ઉ.વ.૬૫, રહે.કાળિયાબીડ)ને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સર ટી.હોસ્‍પિટલ ખાતે ખસેડયા હતા. જ્‍યાં સારવાર દરમિયાન બન્નેનું મોત નિપજ્‍યું હતું. જ્‍યારે અન્‍ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી. જેમને સર ટી. અને ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. આ બનાવથી હાજર રહેલા લોકોમાં નાસ ભાગ સાથે  ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

આ બનાવમાં કાર ચલાવનાર હર્ષરાજસિંહ અનિરૂદ્ધસિંહ ગોહિલઉ .વ.૨૦ ની પોલીસે અટકાયત કરી છે. જે ભાવનગર એલસીબી પોલીસમાં ફરજ બજાવતા અનિરૂદ્ધસિંહ વજુભા ગોહિલ નો પુત્ર હોવાનું જાણવા મળેલ છે. પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.(૩૮.૧૩)

(10:32 AM IST)