News of Friday, 18th July 2025
ધ્રાંગધ્રા પાલિકાનાં ૪૫ ઠરાવ વાંચી સંભળાવતા ભાજપના ૩૧ અને કોંગ્રેસના ૧ સભ્ય દ્વારા વિના વિરોધે બહાલી અપાઈ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૮: ધ્રાંગધ્રા નગરપાલિકામાં રૂ.૨૫ કરોડના ૪૫ ઠરાવ ફક્ત ૭ મિનિટમાં નગરપાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ સાધારણ સભામા સર્વાનુમતે મંજૂર કરવા આવ્યા હતા. સાતમ આઠમ મેળાનો ઠરાવ વિના વિરોધમાં પસાર કરાયા ત્યારે ભાજપ અને કોંગ્રેસના એક માત્ર સુધરાઈ સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. ધ્રાંગધ્રા શેહર વિકાસ માટે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને સાધારણ સભા યોજવામાં આવી હતી.
જેમાં ૨૫ કરોડના કામોના ૪૫ ઠરાવ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે સાધારણ સભામાં ભાજપ અને કોંગ્રેસના ૧ સહિત કુલ ૩૨ સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. કોઈ પણ વિરોધ વગર સર્વાનુમતે ૭૦ મિનિટમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. નગરપાલિકાના ઈતિહાસમાં સૌથી નાના સમય પૂર્ણ થયું હતું. જેમાં રોડ રસ્તા, પાણી સિવાય વહીવટી વાહન ગેરેજ લાઈટ બિલ સહિતના ખર્ચ મુખ્યત્વે હતા.
નગરપાલિકામાં લાંબા સમયથી ભાજપની સત્તા છે. બજેટ બેઠકમાં કોંગ્રેસ એક માત્રને ભાજપના સભ્યો દ્રારા સૂચનો રજૂ કરવામાં આવેલ ત્યારે નગરપાલિકા ઉપપ્રમુખ હિરેનભાઇ કાનાબાર, કારોબારી ચેરમેન પૂજાબેન જાદવ, શાસકપક્ષના નેતા રમેશભાઈ પ્રજાપતિ, ચીફ ઓફિસર મંન્ટીલ પટેલ, સુધરાઈ સભ્ય ગાયત્રીબા રાણા, કલ્પનાબેન રાવલ સહિત સુધરાઈ સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં એક માત્ર ધ્રાંગધ્રા નગરપાલિકામાં ભાજપના સુધરાઈ સભ્યો પૂર્વ મત્રી આઈ.કે. જાડેજા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના માર્ગદર્શન નીચે કોઈ પણ વાદવિવાદ વગર એક જૂથ થઈને કામગીરી કરી રહ્યા છે. શહેરના વિકાસ માટે સુધરાઈ સભ્યોની એકતા જોવા મળી હતી. રસ્તા નવા બનાવી ગુરૂકુલ સર્કલને ડેવલપ કરાશે, મેળામાં લોકોને વધુ સુવિધા અપાશે.
ધ્રાંગધ્રા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, શહેરના મુખ્ય રસ્તાઓને નવા બનાવાશે. ગુરૂકુળ સર્કલ દેશ ભવના પ્રગટે તે માટે ડેવલોપમેન્ટ કરવામાં આવશે. મેળામાં લોકોને વધુને વધુ સુવિધા મળે તે માટે કામગીરી હાથ ધરવામાં આવશે. વિકાસ લક્ષી કામનો સહુના સહકાર, સુધરાઈ સભ્યોની એકતા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. શહેર સુંદર, રળીયામણું અને સ્વચ્છ બનાવા માટે પ્રયત્ન કરાશે
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
