<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

જામજોધપુરના વરવાળામાં સરપંચ ઉપર હુમલો કરનારા સામે પાસા-લેન્‍ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી કરો

જામનગર જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્‍ય ઉપર જીવલેણ હુમલાના પડઘાઃ વિવિધ સમાજ દ્વારા આવેદન

(સનદ વ્‍યાસ દ્વારા) જામજોધપુર, તા. ૧૮: જામ જોધપુર તાલુકાના વરવાળા ગામે જીલા પંચાયત પૂર્વ સદસ્‍ય તેમજ વરવાળા ના સરપંચ ઉપર હુમલાના ધેરા પડધા પડેલ હોઈ આરોપી બાલુ મોરી ફુલ મોરી દેવામોરી વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરાઇ છે. આવેદન પત્રમાં જણાવ્‍યા અનુસાર આ બધા આરોપી અને તેમના મળતીવા ઝનુની પ્રકારના જનુની પ્રકારના માથા ભારે હોય સામાન્‍ય લોકો પર અવાર નવાર દાદાગીરી કરતા હોય અવારન નવાર સામાન્‍ય લોકો પર હુમલા કરતા હોય તેમજ દારૂના ધંધા સાથે સંકળાયેલ હોય દેશી અંગ્રેજી દારૂનો ખુલ્લેઆમ ધંધો કરતા હોય ઊંચા વ્‍યાજે સામાન્‍ય ગરીબ માણસોને પૈસા ધીરધાર કરી તેમની જમીન પચાવી પાડતા હોયજામ જોધપુર તેમજ જુનાગઢ પોલીસ સ્‍ટેશન માં દારૂ વેચાણ રાયોટીંગ સહિત અસંખ્‍ય ગુના નોંધાયેલ હોય હાલ પણ દેશી દારૂનો ધીકતો ધંધો કરતા હોય સરકારી જમીનોમાં ગેરકાયદેસર દબાણ ઉભા કરી બિનઅધિકળત બાંધકામો કરેલ હોઇ જેવા કે મહીકી ગ્રામ પંચાયત આગળ ખરાબામાં મોટુ મકાન ઉભુ કરેલ છે મહીકી ગામમાં લાખા ધરમશીની વાડી સામે તથા તથા આજુબાજુ આખુબીડ સરકારી ખરાબો વારેલ છે ધોરીયા નેશ બાજુ આખી જમીન વારી દબાવેલ છે અને મકાન પણ ઉભુ કરેલ છે તેમની દુધની કેરી પણ ખરાબામાં ઉભી કરે છે ઉપરાંત લાલવાળા નેશમાં પોતાની માલિકીની જમીન ઉપરાંત ની બાજુની અનેક વીધા જમીન પર દબાણ કરેલ છે આ આરોપી અને તેમની ટોળકી દ્વારા અસમાજીક પ્રવતિ ફેલાવી આજુબાજુ ની સામાન્‍ય જનતાને ભયંકર ત્રાસ આપતા હોય માથા ભારે અને જનુની હોય બીકના કારણે સામાન્‍ય પ્રજા પોલીસ ફરીયાદ કરવાથી ડરે છે આ શખ્‍શો માથાભારે હોય અનેકસરકારી જમીનમાં દબાણ પણ કરેલ હોય આ શખ્‍શો વિરુદ્ધ પાસા તેમજ લેંડ ગ્રેબીંગ જેવી કાર્યવાહી કરવી જેથી આવા લોકો ફરી અસમાજીક પ્રવતિ અને કોઈ પર જીવલેણ હુમલાઓ ન કરે અને આ વિસ્‍તાર ની સામાન્‍ય પ્રજા સુખચેનથી જીવી શકે આ આવેદન પત્રના કાયં કમમાં મહેર સમાજના અગ્રણી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ દેવાભાઈ પરમાર પાટીદાર સમાજના અગણી ભાજપ આગેવાન અમુભાઈ વૈશ્નાણી ચેતન ભાઈ કડીવાર જયેશ ભાઈભાલોડીયા ખુશાલ જાવિયા દલિત સમાજના અગ્રણી નગર પાલિકા પૂર્વ પ્રમુખ લાલજીભાઈ વિંઝુડા મુસ્‍લીમ સમાજના અગ્રણી બસીરભાઈ સગર સમાજના પૂર્વ પ્રમુખ મોહનભાઈ નકુમ અગ્રણી તેમજ માર્કેટીંગ યાર્ડ સદસ્‍ય પ્રવીણભાઈ કારેણા તથા નાનજીભાઈ ભાજપ શહેર પ્રમુખ તેમજ કોળી જ્ઞાતિ સમાજના અગ્રણી રવિ સિહોરા બ્રહ્મસમાજ પ્રમુખ હિતેષભાઈ જોશી સરપંચ મંડળના પ્રમુખ ડી.ડી જાડેજા સતાપરના સરપંચ તેમજ કારડીયા રાજપૂત સમાજના અગ્રણી ભાવેશ ભાઈ ક્ષત્રિય સામાજના અગ્રણી સિધ્‍ધરાજ સિંહ જાડેજા ભરતસિંહ જેઠવા દિવ્‍યરાજસિંહ સોઢા લોહાણા સમાજના વેપારી અગ્રણી ચીમનભાઈ અશાણી રબારી સમાજ ના અગ્રણી ગોવિંદભાઈ વાઢેર કોર્પોરેટર ભુરાભાઈ મકવાણા કરણી સેનાના ઙ્કમુખ નીકુંજ સિંહ પરમાર કોળી જ્ઞાતિ સમાજ ના અગ્રણી અનિલભાઈ લોલાડીયા તેમજ આહિર સમાજના અગ્રણી જીલ્લા પંચાયત ના પુર્વ પ્રમુખ હરદાસભાઈ ખવા જીલ્લા પંચાયત પૂર્વ સદસ્‍ય માલદેભાઈ કરમુર અગ્રણી નગાભાઈ પોપાણીયા તેમજ આહિર સમાજના તાલુકા પંચાયત માર્કેટિંગ યાર્ડના સદસ્‍યો પૂર્વ સદસ્‍યો આહીર સમાજના દરેક ગામના સરપંચો તથા વિવિધ ગામો ના વિવિધ સમાજ ના સરપંચો જોડાયા હતા આ આવેદન પત્રમાં જોડાયેલ વિવિધ સમાજના અગ્રણીનો આહિર સમાજ વતી હરેશભાઈ બારીયા એ આભાર માનેલ હતો આ રેલી અને આવેદન પત્રના કાર્યકમમાં એલ સી. બી. અને સ્‍થાનિક પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત રાખવામાં આવેલ કાર્યક્રમ શાંતિ પૂર્ણ સંપન્ન થયેલ હતો

(11:44 AM IST)