News of Friday, 18th July 2025
ચોટીલાના વડાળી પંથકમાં રાષ્ટ્રીય પક્ષીના નિપજતા મોત અટકાવવા ઉઠી માંગ
પવનચક્કી કંપનીની બેદરકારીનો ભોગ મોર જેવા પક્ષી બને છે સ્થાનિકોની રજૂઆત

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૧૮: ચોટીલા પંથકમાં અનેક કંપનીઓની પવન ચક્કી પ્રોજેકટ ચાલુ છે. જેમા વડાળી વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસમાં ત્રણ જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરના મોત નિપજતા સ્થાનિક અને જીવદયા પ્રેમીઓમાં અરેરાટી સાથે રોષની લાગણી છવાઇ છે.
જો કે મોરના મળત્યુ અંગે વન વિભાગ દ્વારા પણ તપાસનાં ચક્રો ગતિમાન કરાયા છે. અને વડાળી સીમ વિસ્તારમાં પ્રાથમિક પુરાવાઓ એકત્રીત કરવા માટે પણ પ્રયાસ હાથ ધરાયો છે. તેમજ મળી આવેલ મોરના મળતદેહના પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરાયેલ છે.
ચોટીલાના સિંઘમ ની છબી ધરાવતા પ્રાત અધિકારી હર્ષદ મકવાણા સમક્ષ વડાળી ગામના રહીશોએ લેખિત રજૂઆત કરી છે. જેમા તેઓએ પવન ચક્કી કંપનીની વીજ લાઇન કરંટ લાગતા મોરના મોત નિપજતા હોવાની રજૂઆત કરી છે તેમજ કંપની નિયમો ને બાઘ રાખી આ વન્ય પ્રાણી/પક્ષી ની જાળવણી કરતા નથી તેમજ તે સિકયુરિટી સંભાળતા કર્મી તમારા થી જે કંઈપણ થઇ શકતું હોઈ તે કરી લ્યો જેવા જવાબ આપણા હોવાનો આક્ષેપ કર્યો છે.
ત્યારે સમગ્ર મામલે ઉંડી તપાસ કરી અબોલ પક્ષીઓના નિપજતા મળત્યુ ને અટકાવવા તાકિદના પગલા લેવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. (તસ્વીરઃ હેમલ શાહ-ચોટીલા)
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
