<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

જસદણમાં મહિલાના ઘર પાસે જાહેરમાં આતંક મચાવનાર ત્રિપુટીના સીન વિંખી નાંખતી પોલીસ

સોશિયલ મીડીયામાં વિડીયો વાયરલ થતા પોલીસે ત્રિપુટી સામે ગુન્‍હો નોંધી જાહેરમાં કાયદાનું ભાન કરાવ્‍યું :

  ઉપરની તસ્‍વીરમાં આતંક મચાવતી ત્રિપુટી અને નીચેની તસ્‍વીરમાં આ ત્રિપુટીના પોલીસે સીન વિખીં નાંખી કાયદાનું ભાન કરાવ્‍યું હતું. તે નજરે પડે છે. 

રાજકોટ તા. ૧૮: જસદણમાં મહિલાના ઘર પાસે લાકડીઓ સહિત હથિયારો લઇ જાહેરમાં આત઼ક મચાવનાર ત્રિપુટીનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થતા પોલીસે આ ત્રિપુટી સામે ગુન્‍હો નોંધી ઝડપી લઇ જાહેરમાં ત્રિપુટીના સીન વિખંતી નાંખી કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

રાજ્‍ય પોલીસ મહાનિર્દેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી દ્વારા રાજ્‍યમાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે હેતુથી અસામાજિક ?વળત્તિ કરતા ગુંડા તત્‍વો વિરુદ્ધ સ્‍થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્‍યમથી કડક કાર્યવાહી કરવા આદેશ કરેલ હોય જે અન્‍વયે રાજકોટ રેન્‍જના આઈ.જી.પી.  અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્‍ય જિલ્લા પોલીસ વડા  હિમકર સિંહ  તથા ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી  કે. જી. ઝાલા ની આવા અસામાજિક તત્‍વો વિરુદ્ધ પગલાં લેવા કરેલ સૂચના અન્‍વયે ગઇકાલ તા.૧૬/૦૭/૨૦૨૫ ના રોજ રાત્રિના જસદણ ટાઉનમા પોલારપર રોડ હુડકો સોસાયટીમા એક ઇસમે એક મહિલા સાથે અણછાજતુ વર્તન કરેલ હોય જેથી પોલીસને જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યાવાહિ કરેલ હતી. બાદમા ઇસમના પરીવારજનો દ્વારા આ ફોન કરનાર મહિલાના ઘર પાસે લાકડીઓ લઈ જઈ અને જાહેરમા રોડ ઉપર અશ્‍લીલ શબ્‍દો બોલી ભયનું વાતાવરણ ઉભુ કરેલ હતુ ત્‍યારબાદ પોલીસમા જાણ થતા પોલીસ દ્વારા તાત્‍કાલીક સ્‍થળ ઉપર ગયેલ પરંતુ ત્‍યા અસામાજિક તત્‍વો હાજર મળી આવેલ ન હતા અને મહિલા લાકડીઓ લઈને આવેલ ઇસમોને ઓળખતા ન હોય તેમજ તેઓએ કોઈ ફરીયાદ આપેલ ન હતી. બાદમા આજરોજ આ બનાવનો સોશ્‍યલ મીડિયામા વિડીયો વાયરલ થયેલ હોય, જેથી જસદણ પોલીસ ટીમ તાત્‍કાલીક હરકતમા આવી આ અસામાજીક તત્‍વોની ઓળખ કરવા તેમજ શોધી કાઢવા તજવીજ કરતા, આ અસામાજીક તત્‍વો (૧) સાગર ઘુઘાભાઈ રોજાસરા (૨) જયસુખ ઘુઘાભાઇ રોજાસરા (૩) ઘુઘા હિરાભાઇ રોજાસરા રહે.બધા જસદણ વાળા હોય જેથી આ

 વિડીયા અન્‍વયે કોઇ લોકો દ્વારા આ અસામાજીક તત્‍વોના ડરના કારણે ફરીયાદ જાહેર થયેલ ન હતી જેથી જસદણ પોલીસ દ્વારા આ અસામાજીક તત્‍વો વિરુધ્‍ધ સોશ્‍યલ મિડીયામા વાયરલ થયેલ વિડીયો આધારે સરકાર તરફે ફરીયાદ આપેલ અને જસદણ પો.સ્‍ટે. ગુ.ર.નં.૧૧૨૧૩૦૨ ૧૨૫૦૩૯૬/૨૦૨૫ ભારતીય ન્‍યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૯૬(બી), ૫૪ તથા જી.પી. એક્‍ટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી અમો તથા જસદણ પોલીસ ટીમ દ્વારા નીચે જણાવેલ અસામાજીક તત્‍વોને તાત્‍કાલીક શોધી કાયદાનુ ભાન કરાવેલ અને જાહેર જનતાને અપીલ કરેલ છે કે આવા અસામાજીક તત્‍વો ધ્‍યાને આવે તો જસદણ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો.જસદણ પોલીસે જાહેરમાં આતંક માચાવનાર (૧) સાગર ઘુઘાભાઇ રોજાસરા (૨) જયસુખ ઘુઘાભાઇ રોજાસરા (૩) ઘુઘા હિરાભાઇ રોજાસરા રહે.  જસદણની ધરપકડ કરાઇ હતી.

આ કાર્યવાહી જસદણના પીઆઇ  એસ.આર.ગોહિલ તથા PSI એન.પી.ગોહિલ તથા જસદણ પોલીસ સ્‍ટાફ દ્વારા કરાઇ હતી.  

(11:51 AM IST)