News of Friday, 18th July 2025
હાલારના સહકારી ક્ષેત્રને આધૂનિક સૂવિધાઓ સાથેના વહિવટી ભવનની ભેટ આપશે જામનગર જિલ્લા સહકારી બેન્ક
આંતરરાષ્ટ્રિય સહકારિતા વર્ષની ઉજવણી દરમ્યાન સીમાચિહનરૂપ કાર્ય

જામનગર, તા.૧૮: આંતર રાષ્ટ્રીય સહકારિતા વર્ષ દરમીયાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજય સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ અને જી.એસ.સી. બેંકના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા સહકારી બેંક પોતાના સ્થાપનાકાળના ૬૬ વર્ષ પછી સિમાચિહનરૂપ કાર્ય કરવા તરફ આગળ વધી રહી છે.
જામનગર જિલ્લા સહકારી બેંક નજીકના ભવિષ્યમાં અત્યાધુનિક અને વિશાળ મુખ્ય કચેરી અને વહિવટી ભવનમાં કાર્યરત થશે. શહેરના કાલાવડ રોડ પર રાધીકા સ્કુલ સામે મુખ્ય માર્ગ પર આ ઈમારતના ચાલી રહેલા બાંધકામના નિરીક્ષણ સાથે બેંકના ચેરમેન જીતુભાઈ લાલે પત્રકાર મિલનમાં આ ભવન નિર્માણ અંગેની વિગતો આપી હતી.
જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેન્કની હેડઓફીસનું બિલ્ડીંગ જામનગરમાં વર્ષોથી ખાદીભંડાર પાસે રણજીત રોડ પર કાર્યરત છે. પરંતુ હવે બેંકના વર્તમાન ચેરમેન જીતુભાઈ લાલના સીધા માર્ગદર્શન હેઠળ બેન્કની મુખ્ય કચેરી અને વહિવટી નવા ભવનના નિર્માણનું કાર્ય પુર જોશમાં ચાલી રહયું છે. જામનગરમાં હાપા માર્કેટીંગ યાર્ડ નજીક રાધીકા સ્કુલની સામે ૨૪,૯૬૯.૩૬ ચોરસ ફુટ વિશાળ જમીન પર આ અત્યાધુનિક ટેકનોલોજી સાથેના ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં ગ્રાઉન્ડ ફલોર સહિત ચાર માળના બિલ્ડીંગ માટે અંદાજે પચાસ હજાર ચોરસફુટમાં નિર્માણ કાર્ય સંપન્ન થશે. અંદાજે ૨૫ કરોડના ખર્ચે આ ભવનનું નિર્માણ કાર્ય આગામી વર્ષના પ્રારંભે પૂર્ણ થઈ જાય તેવી ધારણા છે. આ ઈમારતમાં બેન્કની મુખ્ય શાખા સાથે વહિવટી કાર્યાલય કારત થશે.
આ ભવનમાં અનેક ટુ વ્હીલર - ફોર વ્હીલર પાર્ક થઈ શકે તેવી સુચારૂ એન્ટ્રી - એકઝીટ વાળી ર્પાકિંગ વ્યવસ્થા રાખવામાં આવશે.
બેન્ક તથા હેડ ઓફિસના સ્ટાફ માટે મીટીંગ રૂમ, ટ્રેનીંગ હોલ, તેમજ ડાઈનીંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવશે. બેન્કીંગ વ્યવહાર સંદર્ભમાં લોકરની સુરક્ષિત સુવિધા માટે અદ્યતન સ્ટ્રોંગ રૂમ પણ બનાવાઈ રહયો છે. સૌથી મહત્વની અને વ્યાનાકર્ષક સુવિધા સભાસદો તથા ખેડુતો માટે ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં ડોરમેન્ટરી (૨૪ની ક્ષમતા) એકિઝકયુટીવ રૂમ, સ્પેશ્યિલ રૂમ બનાવાશે. જેથી સભાસદો, ખેડુતો તેમજ અન્ય સરકારી ઉચ્ચ અધિકારીઓ કે અન્ય મહાનુભાવોને રહેવાની સગવડતા પણ મળી રહેશે. તેની સાથે ડાઈનિંગ હોલ, પેન્ટ્રી, કિચન પણ બનશે. આ ચાર માળના ભવનમાં કામકાજની અનુકુળતા - અવરજવર માટે આધુનિક ત્રણ લિફટની સુવિધા મળી રહેશે.
સમગ્ર રીતે જોતાં જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકનું આ નિર્માણાધિન ભવન તમામ દ્રષ્ટિએ જરૂરીયાત મુજબની આધુનિક સુવિધાઓ સાથેનું સહકારી પ્રવળત્તિઓ માટેનું મહત્વનું ઉર્જા કેન્દ્ર બની રહેશે.
આ ભવન જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતો તેમજ બેંકના સભાસદો, ખાતેદારો અને નગરજનો માટે એક અનોખી ભેટ સમાન બની રહેશે. તેમજ ભવનનું એલીવેશન પણ એટલું જ આકર્ષક અને યુનિક બની રહેશે.
આ નિર્માધિન ભવનના નિરીક્ષણ સાથે બેંકના ચેરમેન જીતુભાઈ લાલે પત્રકારોની સાથે શુભેચ્છા મુલાકાત કરતી એ વેળાએ બેંકના કાર્યવાહક જનરલ મેનેજર અને સી.ઈ.ઓ. અલ્પેશભાઈ મોલીયા અને બેંકના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ પણ જોડાયા હતા.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
