<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

જેતપુર પાસે દારૂ પીધેલ હાલતમાં રાજકોટના અંકિતે થાર ટ્રાફિક પોલીસ ઉપર ચડાવી દિધી

નાસી છુટેલ અંકિતનો પીછો કરી ઝડપી લઇ પુછતાછ કરે તે પૂર્વે બાજુમાં બેઠેલ મહિલા એ કાર ભગાવી મુકીઃ પોલીસે બેન્નેને દબોચી લઇ કાર્યવાહી કરી :

તસ્‍વીરમાં થાર કાર અને ઇજાગ્રસ્‍ત ટ્રાફિક પોલીસમેન હોસ્‍પીટલમાં સારવાર હેઠળ નજરે પડે છે

(તસ્‍વીરઃ કેતન ઓઝા-જેતપુર)

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૧૮: જિલ્લા ટ્રાફિક પોલીસ ગતરોજ સાંજના સમયે ચોકીધાર ચેક પોસ્‍ટ પાસે વાહન ચેકિંગમાં હતા દરમિયાન દારૂ મળેલા થાર કારચાલકને રોકવાની કોશિશ કરતા ચાલકે ટ્રાફિક પોલીસના પગ પર ચડાવી દઈ ઇજા કરી હતી. પોલીસે થાર ચાલક અને મહિલાને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

જિલ્લા ટ્રાફિક શાખા એસઆઈ ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, મહેશભાઈ સોઢાતર, વનરાજભાઈ છૈયા ગઈકાલે સાંજે ૫:૦૦ વાગ્‍યાના અરસામાં વાહન ચેકિંગ ની કામગીરી માં હતા ત્‍યારે જુનાગઢ તરફથી આવતી થાર ને રોકવા ઈશારો કરતા કાર ચાલકે કાર રોકવાના બદલે ફુલ સ્‍પીડે પોલીસ કોન્‍સ્‍ટેબલ મહેશભાઈ સોઢાદર ઉપર ચડાવી દેવાની કોશિશ કરતા મહેશભાઈ પાછળ હટી જતા ગોઠણના ભાગે મુંઢ ઇજા થયેલ પોલીસ સ્‍ટાફે કારનો પીછો કરતા પીઠડીયા ટોલનાકા પાસે કારને વીરપુર પોલીસે રોકી દીધેલ કારમાં તપાસ કરતા કારચાલક અંકિત જયંતીભાઈ પરમાર (રાજકોટ) પીધેલ હાલતમાં હોય તેમ જ તેની પાસે મહિલા બેઠેલ હોય પોલીસ પૂછપરછ કરે તે પહેલા જ મહિલાએ ડ્રાઇવિંગ સીટ પર બેસી અંકિત ને બેસાડી નાસી છૂટેલ ફરી ટ્રાફિક પોલીસે પીછો કરતા કાર વીરપુર ચામુંડા ચોકમાં થી છ વાગ્‍યાના અરસામાં ઝડપાઈ જતા પોલીસે કારચાલક અંકિત ને નીચે ઉતારતા તેમાં બેઠેલ મહિલાએ બેફામ ગાળો દેવા લાગેલ જેથી પોલીસે બંને ને વીરપુર પોલીસ સ્‍ટેશનને લઈ ગયેલ બાદ મહેશભાઈ ને પગમાં દુખાવો થતો હોય સરકારી હોસ્‍પિટલ ખાતે સારવારમાં ખસેડેલ તાલુકા પોલીસે તેમની ફરિયાદ પરથી અંકિત જયંતીભાઈ પરમાર, નયનાબેન બંને વિરુદ્ધ બી એન એસ કલમ ૧૦૯(૧) ૧૧૫(૨), ૨૨૧, ૨૮૧, ૩૫૨, ૫૪ એમ વી એક્‍ટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુન્‍હો નોંધી કાર્યવાહી કરેલ.

(12:29 PM IST)