<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

રાણપુર-પાળીયાદ રોડ ઉપર ટ્રક હડફેટે ૨ યુવકોના મોત

સાયલાના નવાગામના ૨ વ્‍યકિતનો ભોગ લેવાતા અરેરાટીઃ મોટરસાયકલનો બુકડો બોલી ગયો

તસ્‍વીરમાં મૃતકો તથા તેનુ બાઇક નજરે પડે છે. (તસ્‍વીરઃ પિન્‍ટુ શાહ વિંછીયા)

ભાવનગર-વિંછીયા,તા.૧૮: બોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ રોડ ઉપર ટ્રકે મોટરસાયકલને હડફેટે લેતા સાયલાના નવાગામના ૨ યુવકોના મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. પ્રાપ્‍ત માહિતી મુજબ મૃતક યુવાનોની ઓળખ સાયલા તાલુકાના નવાગામના નિલેશભાઇ બાવળીયા(ઉમર-૨૦)અને જયપાલભાઇ બાવળીયા બાઇક ઉપર રાણપુરથી પાળીયાદ તરફ જઇ રહયા હતા ત્‍યારે પાછળથી કાળમુખા ટ્રકે મોટરસાયકલ સવાર બને યુવાનોને કચડી નાખતા બંને ૨૦ થી૨૫ વર્ષના યુવાનોના ઘટના સ્‍થળે મૃત્‍યુ થયા છે ટ્રક પાછળથી ટક્કર મારતા મોટરસાયકલ રમકડાની જેમ વળી ગયુ છે મોટરસાયકલનો નંબર જીજે ૧૩ બીજે ૫૫૦૪ છે. ઘટના સ્‍થળે ધીમા વરસાદથી લોહીના ખાબોચિયા ભરાઇ ગયા હતા.જાગૃત અને સેવાભાવી યુવાનોએ ઘટના સ્‍થળે જઇ ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ ઘટના સ્‍થળે પહોંચી હતી પણ બંને યુવાનો ૧૦૮ પહોંચે તે પૂર્વે જ મૃત્‍યુ પામ્‍યા હતા બાદમાં રાણપુર પોલીસ ઘટના સ્‍થળે પહોંચી હતીઅકસ્‍માતમાં યુવાનનો સ્‍માર્ટફોન પણ ચોરાઇ ગયો હતો. પોલીસે અકસ્‍માત કરી ટ્રક રેઢો મૂકી નાસી ગયેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે. 

(3:36 PM IST)