<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

મોરબીના તમામ પમ્પીંગ સ્ટેશનમાં સાઈરન લગાડ્યા, નોડલ અધિકારીઓને ટ્રેનીંગ આપી.

તમામ ૧૧ કલસ્ટરમાં પીએ સીસ્ટમની ફાળવણી: અગ્નિશમન શાખા દ્વારા તમામ ૧૧ કલસ્ટરના નોડલ અધિકારીઓને ટ્રેનીંગ અપાઈ

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી શહેરીજનોની સુરક્ષા અને જાગૃતિને ધ્યાને લઈને મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર ૦૧ નાની વાવડી, ક્લસ્ટર ૦૨ અમરેલી, ક્લસ્ટર ૦૩ મહેન્દ્રનગર, ૦૪ ભડિયાદ, કલસ્ટર ૧૦ રવાપર, કલસ્ટર ૦૯ શકત શનાળા અને પંચાસર રોડ પર આવેલ પમ્પીંગ સ્ટેશન ખાતે સાઈરન લગાવવામાં આવ્યા છે તેમજ તમામ ૧૧ કલસ્ટરમાં પીએ સીસ્ટમની ફાળવણી કરવામાં આવી છે.


ક્લસ્ટરમાં ફાળવેલ સાઈરન અને પીએ સીસ્ટમનો અસરકારક રીતે ઉપયોગ થઇ સકે તે માટે મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તમામ ૧૧ કલસ્ટરના નોડલ અધિકારીઓને ટ્રેનીંગ આપવામાં આવી હતી આ સાઈરન અને પીએ સીસ્ટમનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકામાં કોઈપણ પ્રકારની ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અણધારી આપદા વિશે સાઈરન વગાડીને જાણ કરી સકાય તેમજ નાની મોટી દુર્ઘટના અથવા કોઈ જાનહાની કે પછી મોટી આપદા નિવારી શકાય.

(12:55 AM IST)