<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં સવા ઇંચ : સવારથી બપોર સુધીના પોણા બે ઇંચ વરસાદ પડ્યો

ભાણવડ અને દ્વારકામાં હળવા ભારે ઝાપટા પડ્યા : વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

રાજકોટ તા.૧૯ :      રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને હળવો ભારે વરસાદ થઈ જાય છે આજે સવારથી બપોર સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઝાપટાથી માંડીને પોણા ૨ ઇંચ વરસાદ પડ્યો છે.

      એમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં આજે બપોરના બે થી ચાર દરમિયાન સવા ઇંચ વરસાદ પડ્યો હતો આ સાથે સવારથી બપોરના ચાર વાગ્યા સુધીમાં પોણા ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે દ્વારકા અને ભાણવડમાં ઝાપટા પડ્યા છે

(4:10 PM IST)