તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Saturday, 19th July 2025
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં દિગ્વિજય ગ્રામ સિક્કાની પાવર હાઉસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું
આ કાર્યક્રમમાં શાળાના 345 વિદ્યાર્થીઓને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ

જામનગર: જામનગરના દિગ્વિજય ગ્રામ સિક્કાની પાવર હાઉસ પ્રાથમિક શાળા ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સિદ્ધાર્થ એનજીઓના સહયોગથી આયોજિત વિદ્યાર્થીઓને સ્કૂલ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓને શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડીને તેમના અભ્યાસમાં મદદ કરવાના હેતુથી યોજાયેલ આ કાર્યક્રમમાં શાળાના 345 વિદ્યાર્થીઓને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી.
આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે અને આવા પ્રયાસો થકી વિદ્યાર્થીઓને ભણવા માટે વધુ પ્રેરણા મળશે. તેમણે સિદ્ધાર્થ એનજીઓ દ્વારા કરવામાં આવેલી આ પહેલને બિરદાવી હતી અને આવા સામાજિક કાર્યોનું મહત્વ સમજાવ્યું હતું.
આ કાર્યક્રમમાં હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, આગેવાન ડો.વિનુભાઈ ભંડેરી, કુમારપાલસિંહ રાણા, સિદ્ધાર્થ એનજીઓના પ્રમુખ દેવેન્દ્ર જાવીયા, ઉપ પ્રમુખ અરવિંદ સાદિયા, સભ્યો અંજલિબા ચુડાસમા, રવિન્દ્રસિંહ જાડેજા, શાળાના શિક્ષકો, ગ્રામજનો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
