News of Sunday, 20th July 2025
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી :ગ્રામ વિસ્તારમાં ધોધમાર વરસાદ
હરીપર અને ભાટીયામાં રસ્તાઓ પર નદીઓ વહી :ભાટિયામાં સંચાર અને પરિવહન બંને વ્યવસ્થાઓ ઠપ

રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હતો દેવભૂમિ દ્વારકામાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે.
ખાસ કરીને કલ્યાણપુર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી નોંધાઈ છે. હરિપર અને ભાટિયા જેવા વિસ્તારોમાં તો રસ્તાઓ પર વહેતા પાણી જોઈને નદી જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ. ભાટિયામાં વરસાદની અસરથી સંચાર અને પરિવહન બંને વ્યવસ્થાઓ ઠપ થઈ રહી છે, લોકો ઘરોમાં પુરાઈ ગયા છે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
