News of Monday, 21st July 2025
મોરબી જીલ્લા પંચાયત પ્રમુખના પતિ સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિએ કાલે રક્તદાન કેમ્પ

મોરબી, તા. ૨૧: મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી દ્વારા તેમના પતિ સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જૂની પીપળી ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૨મીએ આ રક્તદાન કેમ્પ યોજાશે.
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી દ્વારા તેમના પતિ સ્વ.શ્રી જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે અને આગામી તા.૨૨ ના સવારે ૯ થી ૧૧ દરમિયાન ઉગમેશ્વર મહાદેવ મંદિર પરિસર, જુની પીપળી ગામે કેમ્પ યોજાશે. જેમાં વધુમાં વધુ લોકો જરૂરિયાતમંદ દર્દીને સમયસર રક્ત મળી રહે તે માટે રક્તદાન કરે તેના માટે અપીલ કરવામાં આવેલ છે.(૬.૪)
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
