<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ખીરસરા ચિત્રાવડ રોડ ઉપર મોજ નદીનો પુલ ત્રણ વર્ષ પહેલા તુટેલઃ જેનું કામ હજુ સુધી ચાલુ થયુ નથી

 

(કળષ્‍ણકાંત ચોટાઈ દ્વારા)  ઉપલેટાઃ તા.ર૧, તાલુકાના ખીરસરા ઘેટીયા થી ચિત્રાવડ રોડ ઉપર મોજ નદીનો પુલ આજ થી ત્રણ વર્ષ પહેલા એક દિવસમાં ૨૦ થી ૨૨ ઈચ વરસાદ પડતા ભારે વરસાદના કારણે મોજ નદી મા ઘોડા પુર આવતા તૂટી ગયેલો હતો

આ પુલ બનાવવા માટે ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઈ પાડલીયા બે વર્ષ પહેલાસરકારમાંથી ગ્રાન્‍ટમાંથી મંજુર કરાવેલ હતી છતાં પણ આ પુલ નું કામ હજુ સુધી શરૂ થયેલ નથી હાલ મોજ નદી માંથી ડ્રાઇવરજન  કાઢેલ છે અને કોઝવે બનાવેલ છે પરંતુ પાણી હોય ત્‍યારે લોકો તેમના જીવના જોખમે આ કોઝવે ઉપર નીકળે છે અત્‍યારે ૩૫ ગામના લોકો રાજકોટ અથવા અન્‍ય ગામમાં જવા માટે ઉપયોગ કરે છે

કોઈ અમલ થતો નથી નદીમાં કોઈ પૂર આવે અને જાનહાની થાય તો જવાબદારી કોની  ત્‍યારે સરકાર જાગશે કે શું ?

(1:24 PM IST)