<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

જામજોધપુર તાલુકાના ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમતે વરણી

શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસર દ્વારા આયોજિત ટ્રસ્ટી મંડળની બેઠકમાં ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી

રાજકોટ, તા.૨૧ઃ જામજોધપુર તાલુકાના ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે મૌલેશભાઈ ઉકાણી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
આજની ટ્રસ્ટીમંડળની બેઠકમાં ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે  મૌલેશભાઈ ઉકાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. મા ઉમિયાજી ઉમિયાધામ-સિદસર પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીને નીરામય દિર્ઘાયુષ્ય અર્પે ઍ જ અંતઃકરણની પ્રાર્થના શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસર દ્વારા કરવામાં આવી છે. મૌલેશભાઇ ઉકાણીના મો.(૯૮૨૪૪૦૦૯૦૦) ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:55 AM IST)