<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

જામનગરના એડવોકેટ કિરિટભાઇ જોષી ખૂન કેસના આરોપીના રેગ્યુલર જામીન નામંજુર કરતી ગુજરાત હાઇકોર્ટ

આરોપી દિલીપ પુજારાના રેગ્યુલર જામીન નામંજુર કરવાનો હુકમ : ૨૦૧૮ ના વર્ષમા જામનગર ટાઉન હોલ પાસે એડવોકેટ કિરીટભાઈ જોષી નુ આરોપી જયસુખ ઉર્ફે જયેશ પટેલ ના સાગ્રીતોએ છરીના આડેધડ ઘા મારીને હત્યા કરી'તી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૧ : જામનગરના એડવોકેટ કિરિટભાઇ જોષી ખૂન કેસના આરોપીના રેગ્યુલર જામીન નામંજુર 

નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે 

         સને-૨૦૧૮ ના વર્ષમા જામનગર ટાઉન હોલ,પાસે એડવોકેટ  કિરીટભાઈ જોષી નુ આરોપી  જયસુખ ઉર્ફે જયેશ પટેલ ના સાગ્રીતોએ છરીના આડેધડ ઘા મારી ગંભીર ઇજા કરી ખૂન નિપજાવેલ જે કેસમા ફરીયાદી એડવોકેટ  અશોકભાઇ જોષી નાઓએ આરોપીઃ-જયસુખ ઉર્ફે મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ રહે.જામનગર તેમજ અજાણ્યા ઇસમો વિરુધ્ધ  ફરીયાદ નોંધાવેલ, 

શ્રી,પોલીસ મહાનિરીક્ષક  રાજકોટ વિભાગ રાજકોટ,શ્રી અશોકકુમાર  (IPS) નાઓ તથા પોલીસ અઘિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ (IPS) નાઓના માર્ગદર્શન  હેઠળ સદરહુ ગુનાના તપાનીસ અઘિકારી શ્રી.આર.બી.દેવઘા સાહેબ નાયબ પોલીસ અઘિક્ષક જામ ગ્રામ્ય વિભાગનાઓ  ચલાવી રહેલ છે.તેમજ જામનગર એલ.સી.બી.પોલીસ ઇન્સ શ્રી.વી.એમ.લગારીયા નાઓ તપાસનીસ અઘિકારીશ્રીની સાથે તપાસ ટીમમા મદદમા રહેલ. 

જામનગરમા એડવોકેટ  કિરીટભાઈ જોષી ખૂન કેસમા આરોપી દિલીપ નટવરલાલ પુજારા રહે.અમદાવાદ વાળો  સાગ્રીતો સાથે ખૂનને અંજામ આપી,મજકુર આરોપી નેપાળ, ભુતાન તેમજ ભારતના અલગ અલગ રાજય આસામ, બિહાર, ઓરીસ્સા,તેલગાણા,તમિલનાડુ,વેસ્ટ બંગાળ,મહારાષ્ટ્ર સંતાતો ફરતો હતો,ત્યારબાદ ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવી વિદેશઃ-થાઇલેન્ડ,(બેન્કોક,પતાયા) સેનેગલ દેશમા નાશી ગયેલ હતો,ત્યાર બાદ માર્ચ-૨૦૨૧ ના વર્ષમા  મજકુર આરોપીઃદિલીપભાઇ પુજારા જે ભારત પરત આવી,વેસ્ટ બંગાળના કલાકતા મુકામે અન્ય સાગ્રીતો સાથે સંતાનો છુપાયેલ હોવાની માહિતી આઘરે  પકડી પાડવામા આવેલ હતો,

સદરહુ કેસના સ્પેશ્યલ સરકારી વકિલ  તરીકે  અનીલ દેસાઇ નાઓ રોકાયેલ છે  આ કેસના આરોપી દિલીપ નટવરલાલ પુજારા એ નામદાર ગુજરાત હાઇકોર્ટમા રેગ્યુલર જામીન મુકત થવા અરજી કરેલ,સદરહુ કેસમા તપાનીસ અઘિકારી આર.બી.દેવઘા નાઓએ રજુ કરેલ પુરાવા તથા ગુજરાત હાઇકોર્ટના સરકારી વકિલશ્રી  તથા મુળ ફરીયાદી તરફે વકિલ શ્રી.પ્રેમલ રાચ્છ નાઓએ દલીલ કરી, આરોપીનો ગુનાહિત ભૂતકાળ તથા અગાઉ ના ખૂન કેસમા પેરોલ ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવી દેશ છોડી ભાગી ગયેલ,અને ૩ વર્ષથી વઘુ સમય ફરારી રહેલ,તેમજ કેસની ગંભીરતા ને ધ્યાને લઇ,નામદાર ગુજરાત હાઇકોર્ટ તરફથી આરોપી દિલીપ પુજારા નાઓના રેગ્યુલર જામીન નામંજુર  કરવાનો હુકમ કરવામા આવેલ છે.

(12:54 PM IST)