<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

જામનગરનાં મેઘપર (પડાણા)માં પરપ્રાંતીયો બાખડયા : યુવકની હત્‍યા : જુઓ વિડિયો

ફોનમાં ધીમે વાત કરવાનુ કહેતા એકબીજાએ હુમલો કર્યો : દિલીપ શ્રીવાસ્‍તવનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧ : મેઘપર(પડાણા) પોલીસ સ્‍ટેશનમાં રાજીવકુમાર મંગલસિંહ શ્રીવાસ્‍તવ, ઉ.વ.૩ર, રે. મોટી ખાવડી, સીમ એલેન્‍ટો હોટલ પાછળ, ગુપ્‍તા કોલોની, જિ.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦-૭-ર૦રપના સોનુ ઈન્‍ફા લી.ની લેબર કોલોનીની ઓરડી નંબર ડી/ર૮ તથા ડી/ર૯ પાસે, રામદુતનગર જોગવડ ગામની સીમમાં  ફરીયાદી રાજીવકુમાર ના મરણજનાર મોટાભાઈ દિલીપકુમાર તેની ઓરડીની બાજુમાં રહેતા તેના ગામના મોહન ઠાકુરની સાથે જોર જોરથી વાતો કરતો હતો ત્‍યારે આરોપી આકાશકુમાર દિપકસિંહ તેના મોબાઈલ ફોનમાં કોઈ સાથે વાતો કરતો હતો ત્‍યારે મરણજનાર દિલીપકુમારને જોર જોરથી નહી બોલવાનું કહેતા મરણજનાર દિલીપકુમારે આરોપી આકાશકુમારને દુર જઈને ફોનમાં વાતો કરવાનું કહેતા એકદમ ઉશ્‍કેરાઈ જઈ તેમ ગાળો આપી આરોપી આકાશકુમાર અને અવનીશ સુરેન્‍દ્રસિંહ એ મરણજનાર દિલીપકુમારને આકાશકુમારે તેની પાસે રહેલ લાકડીથી અને આરોપી અવનીશની પાસે રહેલ ગેસની નળીથી હુમલો કરી આડેધડ મારી ઢીકાપાટુનો માર મારી શરીરે તથા માથામા ઈજા પહોંચાડી ખુન કરી જિલ્લા કલેકટના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

સગીરનું અપહરણ

જામનગર : ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં ઈસ્‍માઈલભાઈ બાવલાભાઈ નંગામરા, ઉ.વ.૬પ, રે. જોડીયા મોટાવાસ, બંદર રોડ, તા.જોડીયાવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ-૭-ર૦રપના અમીને શરીયત એજયુકેશન ટ્રસ્‍ટ ધ્રોલ (નુરી સ્‍કુલ) ખાતે હોસ્‍ટેલ માંથી ફરીયાદી ઈસ્‍માઈલભાઈના દિકરા સાદિક ઉ.વ.૧પ વાળાનું કોઈ અજાણ્‍યા ઈસમે અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ છે.

પટેલ પાર્કના ઢાળીયા પાસ દારૂ સાથે ઝડપાયો

જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦-૭-ર૦રપના જામનગર પટેલ પાર્કના ઢાળીયા પાસે, સંગમબાગ, રણજીતસાગર રોડ થી થોડે આગળ આરોપી નયન મનસુખભાઈ ચૌહાણ એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.૬૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

ધ્રોલ ગામે દારૂ સાથે  ઝડપાયો

જામનગર : ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ભગીરથસિંહ કિરીટસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦-૭-ર૦રપના રાજકોટ-જામનગર હાઈવે રોડ ધ્રોલ જી.એમ.સ્‍કુલના બસ સ્‍ટેશન પાસે આરોપી ભીમાભાઈ ઉર્ફે માધો રતાભાઈ ટોયટા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧, કિંમત રૂ.૬૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

મોટરકારમાં તોડફોડ

જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં નવલસિંહ ભીખુભા જાડેજા, ઉ.વ.૪૭, રાંદલનગર, રાંદલમાતાજીના મંદિરની બાજુમાં એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦-૭-ર૦રપના રાંદલનગર, રાંદલ માતાજીના મંદિર પાસે આવેલ કોમન પ્‍લોટમાં ફરીયાદી નવલસિંહ પોતાની ક્રેટા ફોરવ્‍હીલ જેના રજી.નં.જી.જે.૧૦ ડીઆર-૮૪૮૮ વાળી પાર્ક કરેલ હોય જે ક્રેટા ફોર વ્‍હીલ આરોપી દિવ્‍યરાજસિંહ રવીરાજસિંહ જાડેજા એ ટ્રકના ધંધાના ખાર ના કારણે આગળ પાછળ સહિતના છ કાચ તથા આગળની ડીસપ્‍લે તોડી નાખી અંદાજે રૂપિયા ૧,૦૦,૦૦૦થી વધુ નુકશાન કરી ગુનો કરેલ છે.

યુવતિનો ગળાફાંસો

જામનગર : જામનગર જિલ્લાના દરેડ ગામે હુશેની ચોક, ધાર વિસ્‍તાર હાસમભાઈ ખફીની ખોલીમાં રહેતા સુરેન્‍દ્ર ગીરધારીલાલ કશ્‍યપ, ઉ.વ.ર૭ એ પંચ ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૯-૭-ર૦રપના મરણજનાર ઉષાદેવી ગીરધારીલાલ ગંગારામ કશ્‍યપ, ઉ.વ.૧૬, વાળા ના માતા બીમાર હોય અને તે વાતથી તેઓ ચીંતાતુર રહેતા હોય અને તે વાતનું લાગી આવતા  પોતે પોતાની જાતેથી પોતાના રૂમમા ઉપર પંખામાં સાડી વડે ગળાફાંસો ખાઈ લેતા ૧૦૮ બોલાવતા ફરજ પરના ડોકટરે તપાસી મરણ થયેલાનું જાહેર કરેલ છે.

(2:40 PM IST)