News of Monday, 21st July 2025
ભાવનગરના તળાજામાં ત્રણ ઇંચ, ઘોઘામાં દોઢ ઇંચ વલભીપુર, ઉમરાળા ,શિહોરમાં અડધાથી પોણો ઇંચ વરસાદ
ગોહિલવાડ પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા: તળાજામાં ત્રણેક ઇંચ વરસાદ ખાબકતા માર્ગોમાં પાણી ભરાયાં

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ ઊભો થયો છે. છેલ્લા કેટલા દિવસના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. આજે તળાજામાં બપોરે ધોધમાર ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઘોઘામાં દોઢ જ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં પણ અડધાથી પોણો ઇંચ વરસાદ પડ્યો છે .
ગોહિલવાડ પંથકમાં આજે તળાજામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ત્રણ ઈચ વરસાદથી ઠેર ઠેર માર્ગો માં પાણી વહેતા થયા હતા.
આજે સાંજના ૬ વાગ્યા સુધીમાં ભાવનગર જિલ્લામાં વલભીપુરમાં ૧૨ , ઉમરાળા ૧૩,ભાવનગર શહેર ૨, ઘોઘા ૩૨, સિહોર ૧૬, ગારીયાધાર ૩, પાલીતાણા ૫ અને સિહોર માં ૭૫ મી.મી. વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી નોંધાયું હતું.જ્યારે લઘુતમ તાપમાન 27.4 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 85% રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ 12 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
