<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

ગાંધીધામ અપહરણ કેસમાં વધુ બે ઝડપાયા: મોરબીના હિતુભા ઝાલા અને સસ્પેન્ડ પોલીસ કર્મીએ જેલમાં ષડયંત્ર ઘડ્યું

સોપારી કાંડમાં સસ્પેન્ડ પોલીસ કર્મી કિરીટસિંહ ઝાલા પણ આંગડિયા પેઢીના માલિક કેતન કાંકરેચાના ચકચારી અપહરણ કેસમાં માસ્ટર માઈન્ડ

વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ :ગાંધીધામમાં આંગડિયા પેઢીના માલિકના અપહરણ કેસમાં પૂર્વ કચ્છ પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. ગત ૧૬ મી તારીખે ગાંધીધામના વોર્ડ નં-૧૨ બીમાં આવેલી સંકેતનિધી આંગડિયા પેઢીના માલિક કેતનભાઈ કાકરેચાનું અપહરણ થયું હતું. ચાર અજાણ્યા શખ્સોએ હથિયાર બતાવી કારમાં બળજબરીથી બેસાડી પૈસા પડાવવાના ઇરાદે અપહરણ કર્યું હતું. કચ્છ સહિત ગુજરાતભરમાં ચકચાર સર્જનાર અપહરણના આ બનાવમાં મોરબીના હિતુભા ઉર્ફે હિતેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કર્યા બાદ આ ગુનામાં પોલીસે કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા (ગાંધીધામ) અને મયુરભાઈ શંભુભાઈ હેઠવાડીયા (અંજાર)ને પકડ્યા છે. કિરીટસિંહ ઝાલા આયાતી સોપારી કેસમાં કરોડથી વધુ રૂપિયાની તોડમાં સસ્પેન્ડ કરાયેલ પોલીસ કર્મી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કિરીટસિંહ અને હિતુભા બંને ગાંધીધામની ગળપાદર જેલમાં કેદી હતા ત્યારે મળ્યા હતા. જેલમાં તેમણે આ યોજના બનાવી હતી. અપહરણ કરવામાં રાજસ્થાની ગેંગની મદદ લેવાઈ હતી.


 

(9:07 AM IST)