<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

વાંકાનેરમાં જીતુભાઇ સોમાણીના અધ્‍યક્ષ સ્‍થાને જન્‍માષ્‍ટમી-ગણેશ ઉત્‍સવના આયોજન અંગે બેઠક યોજાઇ

મોટી સંખ્‍યમાં ભાવિક ભકતજનો ઉપસ્‍થિત રહ્યાઃ ટુંક સમયમાં તાલુકાભરના કૃષ્‍ણ ભકતોની મીટીંગ યોજાશેઃ : જીતુભાઇ સોમાણીઃઆગામી મીટીંગમાં સંતો-મહંતો તેમજ માલધારીભાઇઓ ઉપસ્‍થીત રહેશેઃ તૈયરીઓનો ધમધમાટ

(મિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.૨૨: વાંકાનેર શ્રીરામ કોમ્‍પલેક્ષ માર્કેટ ચોક ખાતે જન્‍માષ્‍ટમીની રથયાત્રા અને ગણપતિ ઉત્‍સવની શોભાયાત્રા નિમિતે હિન્‍દુ マદય સમ્રાટ અને લોક પ્રિય ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણીની અધ્‍યક્ષતામાં પ્રાથમિક મિટિંગનું આયોજન થયેલ હતું.જેમાં વાંકોનર તાલુકાના દરેક ગામથી અને વાંકાનેર શહેર માંથી ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાં જુદા જુદા સમાજના આગેવાનોએ આ આહ્વાન કર્યુ હતું. અને જન્‍માષ્‍ટમી રથયાત્રા અને ગણપતિ શોભાયાત્રાના  આયોજન માટેની હવે પછીની ધર્મસભામાં બહોળી સંખ્‍યામાં હાજર રહેવા માટે જીતુભાઇ સોમાણીએ પોતાની આગવી શૈલીમાં આહ્વાન કર્યુ હતું. અને આ મિટીંગ પુર્ણ થયે દરેક ધર્મપ્રેમી લોકોને જીતુભાઇ સોમાણી દ્વારા ભોજન કરાવવામાં આવ્‍યું હતું.

(11:35 AM IST)