<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

જૂનાગઢમાં દાતાર સીડીના 300 પગથિયે ચંદનના 7 વૃક્ષનું કટીંગ:હથિયારો સ્ટાફ પર ફેંકી ચંદન ચોર ફરાર

જાણ થતા મોડી રાત્રે વન વિભાગનો કાફલો દોડ્યો : નાસી ગયેલા શખ્સોને પકડવા 25 જેટલાં સ્ટાફ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચર્ચ ઓપરેશન

( વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા. 22 :ડુંગર દક્ષિણ રેંજ હેઠળના દાતાર જંગલ વિસ્તારમાં દાતાર સીડીના  300 પગથિયાં આજુબાજુ ગત તારીખ 21/07/25 ના 2/00 કલાકના સમયે વન વિભાગનો સ્ટાફ ફેરણામાં હતી. ત્યારે કોઈ કાપવાનો અવાજ સંભળાતા તે જગ્યા પર તપાસ કરતા કોઈ બે શખ્સ ઝાડ કાપતા હોવાનું જોવા મળ્યું હતું 

ધારદાર કુહાડી અને કરવતથી ચંદનનું ઝાડ કાપતા ત્હોમતદારને પકડવા માટે વન વિભાગના સ્ટાફ દ્વારા આરએફઓ અરવિંદ ભાલીયાને જાણ કરી વધુ સ્ટાફ મોકલવા જણાવતા નાયબ વન સંરક્ષક અક્ષય જોશીને બનાવની જાણ કરતા તાતકાલિક સ્ટાફ સ્થળ પર પહોંચ્યો ત્યાં વિસ્તારને કોર્ડન કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન ચંદન ચોરને વન વિભાગનો સ્ટાફ આવ્યો હોવાની જાણ થઇ જતાંની સાથે જ તેઓ ભાગવા લાગ્યા હતા. સ્ટાફ દ્વારા પીછો કરવામાં આવતા તેમની પાસે રહેલ કુહાડી અને કરવત  સ્ટાફ પર ફેંકવામાં આવી હતી પરંતુ ખુબજ ગીચ જંગલ અને વરસાદ પણ ચાલુ હોય જેના કારણે ત્હોમતદાર નાસી જવામાં સફળ રહ્યા હતા.

વન વિભાગ દ્વારા હથિયારો કબ્જે કરવામાં આવ્યા હતા અંદાજે 6/7 ચંદનના ઝાડ કપાયેલ હોવાનું જોવા મળી રહેલ છે. હાલ જે તે જગ્યા પર વધુ તપાસ પણ કરવામાં આવી રહેલ છે. 

નાસી ગયેલા શખ્સોને પકડવા 25 જેટલાં સ્ટાફ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને જંગલ બોર્ડર પર અલગ અલગ જગ્યા પર સ્ટાફને વોચ માટે રાખવામાં આવેલ હતા જે સવારના 6 કલાક સુધી વોચ રાખવામાં આવી હતી બાદ હાલ પણ વન વિભાગ દ્વારા રેલવેસ્ટેશ, બસ, સ્ટેશન, ખાનગી વાહનો વગેરે તપાસવામાં આવી રહેલ છે.

(11:35 AM IST)