<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

કચ્‍છના યુવાનોને રોજગારી માટે અદાણી ગ્રુપની પહેલ

કચ્‍છ યુનિવર્સિટી સાથે મળી અદાણી પોર્ટ ખાતે ઉદ્યોગ-એકેડેમિયા વર્કશોપઃ પ્રાદેશિક ક્ષેત્રમાં વિકાસ વિસ્‍તારવા તરફ એક મહત્‍વપૂર્ણ પગલું

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૨: અદાણી બિઝનેસ યુનિટસ અદાણી સ્‍કીલ્‍સ એન્‍ડ એજ્‍યુકેશન અને કચ્‍છ યુનિવર્સિટી સાથે ભાગીદારીમાં મુન્‍દ્રા ખાતે પરિવર્તનશીલ ઉદ્યોગ-એકેડેમિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ભારતના સૌથી મોટા વાણિજ્‍યિક બંદર મુન્‍દ્રા ખાતે પરિવર્તનશીલ ઉદ્યોગ-એકેડેમિયા વર્કશોપમાં કચ્‍છ યુનિવર્સિટીના માનનીય કુલપતિ, સંલગ્ન કોલેજોના આચાર્યો અને અદાણી સમૂહ ની વિવિધ કંપનીના વિભાગોના વડાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ અદાણી ગ્રુપ દ્વારા કચ્‍છમાં રોજગારી અને પ્રાદેશિક વિકાસ વધારવા તરફ એક મહત્‍વપૂર્ણ પગલું હતું. જેમાં ઉદ્યોગ-એકેડેમિયા સિનર્જીને પ્રોત્‍સાહન, માનવ મૂડી એકત્રીકરણ દ્વારા પ્રાદેશિક વિકાસ અને કચ્‍છને આત્‍મનિર્ભર બનાવવાની સાથે રાષ્‍ટ્રનિર્માણ સહિતના મહત્‍વના બિંદુઓને પ્રાધાન્‍ય આપવામાં આવ્‍યું હતું. ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને પ્રોત્‍સાહન આપીને અદાણી કુશળ, સશક્‍ત કાર્યબળ માટે માર્ગ મોકળો કરી રહ્યા છે જે કચ્‍છના આર્થિક અને સામાજિક વિકાસને આગળ ધપાવશે.

શૈક્ષણિક અભ્‍યાસક્રમ અને ઉદ્યોગની જરૂરિયાતો વચ્‍ચેના અંતરને દૂર કરવાનો આ વર્કશોપનો ઉદ્દેશ્‍ય હતો, કચ્‍છના યુવાનોને બંદરો, વીજળી, સૌર, ઉત્‍પાદન અને લોજિસ્‍ટિક્‍સ સહિત અદાણીના વિવિધ ક્ષેત્રોમાં ટકાઉ કારકિર્દી માટે તૈયાર કરાયેલા કૌશલ્‍યો સાથે સશક્‍ત બનાવવાનો હતો. રાષ્‍ટ્રીય વેપાર માટે મહત્‍વપૂર્ણ કેન્‍દ્ર - મુન્‍દ્રા બંદરની પળષ્ઠભૂમિ સામે આ કાર્યક્રમ ઉદ્યોગના નેતાઓ અને શૈક્ષણિક હિસ્‍સેદારો વચ્‍ચે ખુલ્લા સંવાદને સરળ બનાવતો હતો.

(12:13 PM IST)