<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

સુત્રાપાડામાં ડો.ભરત બારડની પુણ્‍યતિથીએ પુષ્‍પાંજલિ અર્પણ

ગીતાજીના પાઠનું પઠન સર્વરોગ નિદાન કેમ્‍પ સહિતના સેવા કાર્યો

(રામસિંહ મોરી દ્વારા) :  સુત્રાપાડા, તા.૨૨: પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના નાના સુપુત્ર તેમજ ગીરસોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ બારડના અનુજ એવા સ્‍વ ડો ભરતભાઈ બારડ જેઓનું ગોવા ખાતે અકસ્‍માતે અવસાન થયેલ હતું તેઓની ૧૭ મી પુણ્‍યતિથિ નિમિતે તા-૧૯/૦૭/૨૦૨૫ ને શનિવારના રોજ ડો ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકૂલ સુત્રાપાડા ખાતે પુષ્‍પાંજલી નું આયોજન કરવામાં આવેલ.

ડો ભરત બારડ શૈક્ષણિક સંકુલમાં ખુબ જ બોહળી સંખ્‍યા માં વિધ્‍યાર્થીઓ સુત્રાપાડા તેમજ આજુબાજુના ગામોમાંથી અભ્‍યાસ અર્થે આવે છે. આ સંકૂલ માં અભ્‍યાસ કરતાં તમામ બાળકોમાં પિતા જશાભાઈ બારડ પોતાના પુત્રની ઝાંખી કરે છે. પોતાના પુત્ર ડો ભરતભાઈ ના સપનાને સાકાર કરવા તેમના પરિવાર દ્વ્રારા વિવિધ મેડિકલ કેમ્‍પો જેવા કે નેત્ર યજ્ઞ કેમ્‍પ, マદય રોગ કેમ્‍પ, સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરે છે પરંતુ આ વખતે સ્‍વ ડો ભરતભાઇ બારડના જન્‍મદિવસે મેડિકલ કેમ્‍પ નું આયોજન કરવામાં આવેલ જેથી તેઓની પુણ્‍યતિથિ નિમિતે પુષ્‍પાંજલિ અને શ્રદ્ધાંજલી અને પ્રાર્થના સભા કાર્યક્રમ કરવામાં આવેલ.

આ તકે ગીતાજી ના ૧૮ માં અધ્‍યાન નું પઠન બહેનો દ્રારા કરવામાં આવેલ ,તથા જશાભાઈ બારડ ના નિવાસ સ્‍થાને ગાયત્રી હવન (યજ્ઞ) રાખવામા આવેલ તેમજ વેરાવળ (ડારી )આવેલ નિરાધાર, અનાથ, અને દિવ્‍યાંગ આશ્રમ રહેતા દેવો માટે ભોજન ની વ્‍યવસ્‍થા કરવા માં આવી છે,

ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી જશાભાઇ બારડ સાથે પૂર્વ મંત્રી લક્ષ્મણભાઈ પરમાર, ભાજપ જિલ્લા મહામંત્રી દિલીપભાઈ બારડ, ભાજપ ઇન્‍ડિયન રેડકોસ સોસાયટી પ્રમુખ અજયભાઈ બારડ , દિલીપભાઈ ઝાલા, સુત્રાપાડા શહેર પ્રમુખ સુરેશભાઈ મોરી, મહામંત્રી સિધ્‍ધરાજસિંહ રાઠોડ હરેશભાઈ કામલિયા, સુત્રાપાડા નગરપાલિકાપ્રમુખ મનહરસિંહ બારડ, ઉપપ્રમુખ નરેશભાઈ કામલિયા, બાબુભાઈ ડોડીયા, હરેશભાઈ મોરી, મસરીભાઈ પટેલ, ભગતભાઈ ઝાલા, , અરસીભાઈ બારડ, નિલેશભાઈ મોરી, ભુપતભાઈ ઝાલા, કાળાભાઈ બારડ, કાનાભાઈ બારડ, દીપુભાઈ ડોડીયા, મનોજભાઈ વાળા, જેસીંગભાઈ કામલિયા, નથુભાઈ કમલિયા , રામભાઇ કામલિયા, અરજણભાઇ કામલિયા,રામભાઈ પટેલ મસરીભાઈ મેર મેરુભાઈ મેર, નારણભાઇ જાદવ, અલ્લારખાભાઇ, ઈબુભાઈ, દિનેશભાઈ ભજગોતર, રામસિંહભાઈ વાણવી, ભીખુભા રાઠોડ, દાનાભાઈ પટેલ, કાળુભાઇ અભાણી ખીમજીભાઈ પટેલ, નથુભાઈ મોરી,રાહુલ વા ણવી કિરીટભાઈ જાની બાલુભાઈ વાજા,લખમણભાઈ. રામસિંહભાઈ ડોડીયા, યોગાનંદી બાપુ ઉપરાંત ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલના આચાર્ય જોશી સાહેબ, કોલેજ વિભાગના આચાર્ય પાઠક સાહેબ, અશ્વિનભાઇ બારડ, દિનેશભાઈ બારડ, તેમજ પ્રાથમિક માધ્‍યમિક અને કોલેજ વિભાગના તમામ સ્‍ટાફ ગણ તેમજ વિધાર્થી ભાઈઓ અને બહેનો તેમજ સુત્રાપાડા ગામના આગેવાનો હાજર રહી ડાઙ્ઘ ભરતભાઈ બારડને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી.

(11:48 AM IST)