વર્ષોથી બિષ્માર બગસરા અમરેલી રોડનું ખાતમુહર્ત કરાયું....

(સમીર વિરાણી દ્વારા) બગસરા તા.૨૨: અમરેલી જવાનો એકમાત્ર રોડની હાલત ભયંકર પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી જ્યારે આ રોડ પહેલા પણ બે કે ત્રણ વાર બનાવ્યો હતો પરંતુ પાણીનો પ્રવાહ વધારે પડતો રહેવાથી આ રોડ અતિ બિષ્માર થઈ ગયેલો હતો. જ્યારે લોકોની અનેક વખત રજૂઆત કરવાથી અંતે આ રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું.જ્યારે આ રોડ ૨. ૨૨ કરોડ રૂપિયાના ખર્ચે સીસી રોડ બનાવવાનું અને તેમાં પણ વચ્ચે ડિવાઈડર વાળો રસ્તો બનાવવાનું બજેટ મંજુર થયું હતું. ત્યારે ધારાસભ્ય જે.વી. કાકડીયા તેમજ આપાગીગાના મહંત જેરામ બાપુ અને સ્વામિનારાયણ મંદિરના મહંત અને અન્ય રાજકીય નેતાઓને ઉપસ્થિતિમાં આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રોડ શહેરના અન્ય રોડની જેમ લોટ પાણી અને લાકડા જેવો ના બનાવે તો સારું તેવી ચર્ચાઓ પણ લોકોમાં ઉઠી હતી. આ રસ્તો સારો અને ટકાઉદાર બનાવે તેવી લોકોમાં માંગ પણ ઉઠી છે.
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી નગરપાલિકાના પ્રમુખ પતિ એવી રીબડીયા ધીરુભાઈ કોટડીયા મનોજભાઈ મહિડા અનિલભાઈ વેકરીયા અશોકભાઈ પંડ્યા રાજુભાઈ ગીડા નગરપાલિકાના હેડ ક્લાર્ક બી એસ ખીમસુરીયા તાલુકા ભાજપ પ્રમુપ્રપ્રદીપભાઈ ભાખર સહિતના ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ખાતમુરત કરવામાં આવ્યું હતું આ ખાતમુરતમાં ત્રણ માસમાં આ રોડ પૂરું કરવા ધારાસભ્ય જેવી કાકડીયાએ ખાતરી આપી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
