News of Tuesday, 22nd July 2025
પોરબંદરના અડવાણામાં દારૂનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો : સીલપેક ૭૦ બોટલો મળી

પોરબંદર, તા.૨૨: અડવાણામાં બાવળનો ઝાડીમાં સંતાડેલો ઇંગ્લીશ દારૂ વેચવો દેસુર કારાભાઇને પોલીસે પકડી લીધો છે આરોપી દેસુર તથા આ દારૂ મોકલનાર રાયમલ બંને સામે ગુન્હો નોંધ્યો છે રાયમલ હજુ હાથ આવ્યો નથી.
બગવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. એ.એસ.બારા તથા પોલીસ સ્ટાફના માણસો બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સંયુકત રાહે બાતમી મુજબ કે અડવાણા ગામ રબારીકેડા બાવળની ઝાડીમાં વિદેશી દારૂની પેક બોટલ નંગ-૭૦ની કી.રૂ.૭૭,૦૦૦/ મળી કુલ કિં.રૂ.૭૭૦૦૦/ નો મુદ્દામાલ સાથે આરોપી દેસુર કારાભાઇ કોડીતર ઉ.વ.૨૫ રહે. અડવાણા વાળો જાહેરમાંથી મળી આવ્યો હતો.
આ દારૂનો જથ્થો આરોપી નં.૨-રાયમલ એ આપી મદદગારી કરેલ.
દારૂ વેચતા શખ્સને પકડવાની કામગીરી પોલીસ સબ.ઇન્સ શ્રી એ.એસ. બારા તથા એ.એસ.આઇ. એચ.ડી. સીસોદીયા તથા પો.હેડ.કોન્સ ડી.આર. સીસોદીયા તથા પો.કોન્સ હીતેષ જસરાજભાઇ ધુધલીયા તથા લોકરક્ષક દીલાવરસિંહ કચરાભાઇ કાછેલા દ્વારા કરવામાં આવેલ હતી.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
