<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

પોરબંદરમાં શંકાસ્‍પદ મિલકતો સંબંધે ગુંડાતત્‍વો ઉપર પોલીસની તવાઇ : કડક ચેકીંગ કામગીરી

શંકાસ્‍પદ મિલકતોની ચેકીંગ કામગીરીમાં પોલીસ સાથે મહાનગરપાલિકા ટી.પી. અધિકારીઓ અને વીજતંત્ર સ્‍ટાફ જોડાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૨: ગુંડાતત્‍વોની શંકાસ્‍પદ મિલકતો સંબંધે પોલીસે કડક ચેકીંગ અને સર્વે શરૂ કર્યો છે.

પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અસમાજીક ગુંડા તત્‍વો સામે  કડક કાર્યવાહી કરવા યાદી તૈયાર કરાવી જે યાદી મુજબના તમામ અસામાજીક ગુંડા તત્‍વો ઉપર અસરકારક શિક્ષાત્‍મક કાર્યવાહી કરવા સુચના આપેલ છે.

જે અન્‍વયે પોરબંદર ગ્રામ્‍ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ ઉધોગનગર પોલીસ સ્‍ટેશનના પો.ઇન્‍સ. ડી.જી.ગોહીલ તથા ઉધોગનગર પોલીસ સ્‍ટાફના તથા મહાનગરપાલિકાના ટાઉન પ્‍લાનીંગ વિભાગ સ્‍ટાફના  તથા વીજતંત્ર સ્‍ટાફના  સાથે જણાવેલ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના અસામાજીક ગુંડા તત્‍વોના રહેણાક મકાને જઈ શંકાસ્‍પદ મિલ્‍કત સબંધીત તેમજ વિજકનેકશન બાબતે ચેકીંગની કામગીરી હાથ ધરી અસામાજીક ગુંડા તત્‍વોની મિલ્‍કત તથા વિજ ચેકીંગ બાબતે સર્વે કરવાની કામગીરી કરવામાં આવેલ હતી.

શંકાસ્‍પદ મીલકત સર્વે અને ચેકીંગ કામગીરી ઇન્‍સપેકટર ડી.જી. ગોહીલ તથા પોલીસ સ્‍ટાફ તથા મહાનગરપાલિકા ટાઉન પ્‍લાનીંગ વિભાગના સ્‍ટાફ તથા વીજ સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(12:55 PM IST)