<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

જુનાગઢ પોલીસની નેત્રમ શાખાને વિકાસ સહાયના હસ્‍તે એવોર્ડ અર્પણ

જુદા-જુદા કેસ ઉકેલીને આરોપીઓને ઝડપી લેવામા સફળતાઃ રેન્‍જ આઇજીપી નિલેશ જાજડીયા, જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાનું માર્ગદર્શન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.રરઃ CCTV કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં જૂનાગઢ નેત્રમ શાખાને ૧૬ મો એવોર્ડ આપી કુલ ૨૧માં એવોર્ડથી ગુજરાત રાજ્‍યના પોલીસવડા વિકાસ સહાયએ સન્‍માન કર્યુ છે.

જૂનાગઢ રેન્‍જના આઈ.જી.પી. નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા ગુજરાત સરકાર દ્રારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરેલ CCTV કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા બનતા કોઇ પણ ગુન્‍હાનો ભેદ ત્‍વરીત ઉકેલવા,  કોઇ વ્‍યક્‍તિનો કીંમતી સામાન ગુમ થયેલ હોય, કયાંય ભુલી ગયેલ હોય તો ત્‍વરીત તે સામાન શોધી, ‘પોલીસ પ્રજાનો મિત્ર છે' તે સુત્રને સાર્થક કરવા સૂચના આપેલ છે. જે અંતર્ગત જૂનાગઢ હેડ ક્‍વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પ્રતિક મશરૂ અને ૨૭ પોલીસ સ્‍ટાફ તથા એન્‍જીનીયરશ્રીઓ ૨૪×૭ ફરજ બજાવે છેર્.ં

‘Reward & Recognition Program' હેઠળ એવોર્ડ એનાયત કરવા સારૂ ગુજરાત રાજ્‍યના ડી.જી.પી.શ્રી ની કચેરી ખાતે નિયુક્‍ત કરેલ કમીટી દ્રારા રાજ્‍યના તમામ જીલ્લા દ્રારા વર્ષ ૨૦૨૫ ના ક્‍વાર્ટર-૧(તા. ૦૧/૦૧/૨૦૨૫ થી ૩૧/૦૩/૨૦૨૫ સુધીના) સમયગાળા દરમ્‍યાનCCTV કેમેરાનો ઉત્‍કળષ્ઠ ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનુ મુલ્‍યાંકન કરવામાં આવેલ હતુ. મુલ્‍યાંકન બાદ કમીટી દ્રારા ક્‍વાટર-૧ માં (તા. ૦૧/૦૧/૨૦૨૫ થી ૩૧/૦૩/૨૦૨૫  સુધી) જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં ગુજરાત રાજ્‍યમાં દ્વિતીય નંબર આપવામાં આવેલ છે. આમ જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં ૧૬ મી વખત એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતોર્.ં

નેત્રમ શાખાના પી.એસ.આઇ. પ્રતિક મશરૂની ટીમના પોલીસ કોન્‍સ. સુખદેવસિંહ કામળીયાને ગાંધીનગર ખાતે ડી.જી.પી. વિકાસ સહાય દ્વારા  નેત્રમ શાખાને ૨૧ મી વખત એવોર્ડ આપી સન્‍માનીત કર્યા હતા. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કુલ ૧૬ વખત કામગીરીનું મૂલ્‍યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, જેમાં બનાવના ભેદ ઉકેલાવાની કેટેગરીમાં તમામ વખત એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે, તેમજ ૩ વખત ઇ -ચલણની કામગીરીમાં નંબર મેળવેલ છે, અને ૨ વખત ઇ-કોપ એવોર્ડ મેળવેલ છે અને જૂનાગઢ પોલીસને ગર્વ અપાવેલ છે.

ર્ંજિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા કાર્યરત છે અને નેત્રમ શાખામાં પી.એસ.આઇ. પ્રતિક મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, હે.કોન્‍સ. રામશીભાઇ ડોડીયા, વિક્રમભાઇ જીલડીયા, અશોકભાઇ વઘેરા, પો.કોન્‍સ. રાહુલગીરી મેઘનાથી, લાખાભાઇ ટિંબા, શિલ્‍પાબેન કટારીયા, અંજનાબેન ચવાણ, પાયલબેન વકાતર, વિજયભાઇ છૈયા, સુખદેવભાઇ કામળીયા, રૂપલબેન છૈયા, નરેન્‍દ્રભાઇ દયાતર, દક્ષાબેન પરમાર, પ્રજ્ઞાબેન જોરા, ખુશ્‍બુબેન બાબરીયા, મિતલબેન ડાંગર, ભાવિષાબેન સીસોદીયા, જાનવીબેન પટોડીયા, એન્‍જીનીયર રીયાઝ અંસારી, મસઉદઅલીખાન પઠાણ, નિતલ મહેતા, કિશનભાઇ સુખાનંદી, ધવલભાઇ રૈયાણી, જેમીનભાઇ ગામી, સતિષભાઇ ચૌહાણ  એમ કુલ ૨૭ સ્‍ટાફ દ્રારા CCTV કેમેરાથી ૨૪×૭ મોનીટરીંગ કરી અને કામગીરી કરવામા આવે છે.

જૂનાગઢ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પ્રતિક મશરૂ અને તેમની ટીમને અગાઉ માહે જાન્‍યુ ૨૦૨૧માં, ઓગષ્ટ ૨૦૨૧, ડિસેમ્‍બર - ૨૦૨૧, એપ્રિલ - ૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ    ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), જૂન - ૨૦૨૨, સપ્‍ટેમ્‍બર -૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), ડિસેમ્‍બર -૨૦૨૨, ફેબ્રુઆરી -૨૦૨૩, એપ્રિલ - ૨૦૨૩ અને જુલાઇ - ૨૦૨૩, સપ્‍ટેમ્‍બર -૨૦૨૩(બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), ફેબ્રુઆરી - ૨૦૨૪ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં), જુન - ૨૦૨૪ (બંને ક્‍વાર્ટરમાં બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં), ઓક્‍ટોબર - ૨૦૨૪ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં) માર્ચ - ૨૦૨૫ ( બંને ક્‍વાર્ટરમાં બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં) જુલાઇ -૨૦૨૫(બનાવનાં ભેદ ઉકેલવાની કેટેગરીમાં)  પણ ડી.જી.પી.  દ્વારા એવોર્ડ એનાયત કરી સન્‍માનીત કરવામાં આવેલ હતા. આમ જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમને ડી.જી.પી. શ્રી દ્રારા ફક્‍ત ૪ વર્ષના અંતરે ૨૧ વખત શ્રેષ્ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્‍માનીત કરવામાં આવેલ છે.

જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત નેત્રમ શાખા દ્રારા વર્ષ ૨૦૨૫ ના       ક્‍વાર્ટર-૧(તા.૦૧/૦૧/૨૦૨૫ થી ૩૧/૦૩/૨૦૨૫ સુધીના)  સમય ગાળા દરમ્‍યાન CCTV કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં ડી.જી.પી. શ્રી વિકાસ સહાય સાહેબના હસ્‍તે સમગ્ર ગુજરાત રાજ્‍યમાં એવોર્ડ મેળવેલ અને જૂનાગઢ પોલીસનુ ગૌરવ વધારતા નેત્રમ શાખાના પી.એસ.આઇ. પ્રતિક મશરૂ અને તેમની સમગ્ર ટીમને ર્ંજૂનાગઢ રેંજના આઈ.જી.પી. નિલેશ જાજડીયા , જૂનાગઢ જીલ્લા પોલીસ વડા  સુબોધ ઓડેદરા તથા કેશોદ ડિવીઝનના પોલીસ અધિક્ષક બી.સી.ઠક્કર, વિસાવદર ડીવીઝનના એ.એસ.પી. રોહીતકુમાર, જૂનાગઢ હેડ ક્‍વા. ડી.વાય.એસ.પી. એ.એસ. પટણી, જૂનાગઢ શહેર ડિવીઝનના ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલીયા, તથા માંગરોળ ડીવીઝનના ડી.વાય.એસ.પી. ડી.વી.કોડીયાતર , એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. રવીરાજસિંહ પરમાર દ્વારા પણ અભિનંદન આપવામાં આવેલ છે.

(1:14 PM IST)