News of Tuesday, 22nd July 2025
જૂનાગઢમાં ફેમિલી કોર્ટ બિલ્ડિંગમાં જજના બોર્ડ રૂમમાંથી એલ.સી.ડી. સ્ક્રીનની ચોરી

( વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૨ :.. જૂનાગઢમાં ફેમિલી કોર્ટ બિલ્ડિંગમાં જજના બોર્ડ રૂમમાંથી તસ્કરો એલ.સી.ડી. સ્ક્રીનની ચોરી કરી નાસી ગયા હોવાની ત્રણ દિવસ પહેલાની ઘટના અંગે ફરિયાદ થતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.
જુનાગઢ ફેમિલી કોર્ટ બિલ્ડિંગમાં આવેલ બીજા એડિશનલ સિવિલ જજ એચ. કે. દાસાણીની કોર્ટમાં પ્રવેશી ગઈ તારીખ ૧૯ જુલાઈના રોજ મોડી રાત્રીના તસ્કરો રૂપિયા ૨૫,૦૦૦ની કિંમતની કોર્ટના બોર્ડરૂમમાં લગાડેલ એલ.સી.ડી. સ્ક્રીન ચોરીને નાસી ગયા હતા. આ અંગે કોર્ટના કર્મચારી વીજેશભાઇ મધુસુધનભાઇ ઝવેરીએ ગઈકાલે રાત્રે ફરિયાદ કરતા બી ડિવિઝનના પીએસઆઇ એસ. કે. મહેતાએ તપાસ શરૂ કરી હતી.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
