<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિરના મહંતની ન્‍યાયીક અને તટસ્‍થ રીતે નિમણુક કરવા કોર્પોરેટર અશ્વિન ભારાઇની રજુઆત

મે કોઇને સમર્થન આપ્‍યુ નથી તેમ કોઇનો વિરોધ પણ કર્યો નથી

(વિનુજોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૨: જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિરના મહંતની ન્‍યાયીક અને તટસ્‍થ રીતે નિમણૂક કરવામાં આવે તેવી લાગણી ર્વોડનં. ૯ ના કોર્પોરેટર અશ્વિનભાઇ રામભાઇ ભારાઇએ વ્‍યકત કરી છે.

અશ્વિનભાઇએ વિડીયોના માધ્‍યમથી એક નિવેદન આપતા સ્‍પષ્‍ટતા કરી જણાવેલ કે હુ ર્વોડનં.૯ નો કોર્પોરેટર છું અને ર્વોડ  નં.૯ માં ભવનાથ મહાદેવ મંદિર આવેલુ છે તાજેતરમાં સોશ્‍યલ મીડીયા અને પ્રેસમીડીયામાં એવા સમાચારો વહેતા થયા હતા કે ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરીગીરી બાપુને ફરી નિમણુક આપવા માટે ર્વોડ નં૯ ના ચારેય કોર્પોરેટરોએ ભલામણ કરી છે તે બાબતે મારે સ્‍પષ્‍ટતા કરવી પડે છે કે મારી સાથે કોઇએ સંકલન કરેલ નથી તેમજ હુ કોઇનો વિરોધ કરતો નથી તેમજ કોઇને સમર્થન પણ જાહેર કર્ર્યુ નથી જેથી મહંત તરીકે ન્‍યાયીક રીતે અને તટસ્‍થ રીતે મહંતની નિમણૂક કરવામાં આવે તેવી લાગણી વ્‍યકત કરી અને આ બાબતે જૂનાગઢ જિલ્લા કલેકટરને પણ તેઓએ વિનંતી કરી છે.

 

(1:23 PM IST)