News of Tuesday, 22nd July 2025
કચ્છમાં ફરી ધરા ધ્રુજી : ધોળાવીરા નજીક ૩.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
જિલ્લામાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત : કેન્દ્રબિંદુ ધોળાવીરાથી ૯૮ કિલોમીટર દૂર નોંધાયું

રાજકોટ: કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે ફરી એકવાર જિલ્લામાં ધરા ધ્રુજી ઉઠી હતી, જેમાં ૩.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આંચકાને કારણે સ્થાનિકોમાં હળવો ફફડાટ જોવા મળ્યો હતો.
ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરાથી ૯૮ કિલોમીટર દૂર નોંધાયું હોવાનું ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જારી કરાયેલી માહિતીમાં જણાવાયું છે. જોકે, સદનસીબે આ આંચકાને કારણે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ મળ્યા નથી. કચ્છ જિલ્લો ભૂકંપ સંવેદનશીલ ઝોનમાં આવતો હોવાથી સમયાંતરે આવા નાના આંચકાઓ અનુભવાતા રહે છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
