News of Wednesday, 23rd July 2025
લીલાપર મુખ્યમંત્રી આવાસના લાભાર્થીઓને બાકી રકમ 7 દિવસમાં ભરી દેવા મહાપાલિકાની અપીલ.
આવાસ યોજનાના 400 આવાસોના જે કોઈને પૈસા જમા કરાવવાના બાકી તેમને 7 દિવસમાં પૈસા ભરપાઈ કરવા અનુરોધ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના લીલાપર ખાતેના મુખ્યમંત્રી આવાસ યોજનાના 400 આવાસો જેમને લાગ્યા છે તેમાં જેમાં નિયત કરવામાં આવેલા પૈસા જે લાભાર્થીઓને જમા કરાવવાના બાકી છે તેમને 7 દિવસમાં પૈસા ભરપાઈ ક૨ી દેવા મહાપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.
સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના(IHSDP) અન્વયે લીલાપરના સર્વે નંબર ૧૧૧૬ ની જમીનમાં ૪00 આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. IHSDP આવાસ યોજનાના ૪૦0 આવાસો માટે તા. ૩૦-૦૧-૨૦૧૭ના રોજ કોમ્પ્યૂટર આધારિત ડ્રો કરીને ૪00 લાભાર્થીઓની યાદી આખરી કરવામાં આવી હતી. આખરી થયેલ લાભાર્થીઓ પૈકી જે લાભાર્થીઓ દ્વારા આવાસની નિયત થયેલ સંપૂર્ણ રકમ મોરબી મહાનગરપાલિકામાં જમા કરવામાં આવેલ નથી અથવા તો પાર્ટ પેમેન્ટ જમા કરવામાં આવેલ છે તેવા તમામ લાભાર્થીઓને જાણ કરવામાં આવે છે કે આ નિવિદા પ્રસિદ્ધિ ની તારીખ થી દિન-૭ માં આપની બાકી રહેતી રકમ મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં સંપર્ક કરીને જમા કરાવી આપના આવાસની કબજો સંભાળી લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. તેમ ડેપ્યુટી કમિશનર (પ્રોજેક્ટ)ની યાદીમાં જણાવાયુ છેદ
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
