News of Wednesday, 23rd July 2025
સુરેન્દ્રનગર ડિવિઝનના ઇસ્પેક્શન માટે IGPની મુલાકાત

વઢવાણઃ તરણેતરના મેળાની સાથે શ્રાવણ મહિનામાં ઘણા મેળાનું આયોજન કરાય છે. ત્યારે આથી મેળામાં બંદોબસ્તનું સારી રીતે આયોજન કરીને ડિવિઝનમાં કાયદો, વ્યવસ્થાની જાળવણી માટે આઇજીપીએ પોલીસને ટકોર કરી હતી. સુરેન્દ્રનગર ડિવિઝનના વાર્ષિક ઇન્સ્પેક્શન માટે રાજકોટ રેન્જ આઇજીપી અશોકકુમાર યાદવ સુરેન્દ્રનગરની ૩ દિવસની મુલાકાતે આવ્યા છે. જેમાં મંગળવારે ડીઆઈજી ડો. ગિરિશ પંડ્યાની ઉપસ્થિતિમાં આઇજીપીએ ડિવિઝનમાં તપાસ કરી હતી. ત્યાર બાદ ડિવિઝનમાં આવતા પોલીસ મથકના અધિકારીઓ સાથે કોન્ફરન્સ કરીને સૂચનાઓ આપી હતી. જેમાં ખાસ કરીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી રહે તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત ડિટેક્શનની કામગીરીને હજુ વધુ સઘન બનાવી કડક હાથે કામ લેવા તાકીદ કરી હતી. બાદમાં કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓની પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા હતા.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
