News of Wednesday, 23rd July 2025
જેતપુર સીટી પોલીસે ગુમ થયેલ દિવ્યાંગને રાજકોટથી શોધી કાઢયો

રાજકોટ : ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા જેતપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડોડીયાએ ગુમ થનારને શોધી કાઢવા આપેલ સુચના અંગે જેતપુર પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.ડોડીયાએ જેતપુર સીટી પોલીસ સ્ટાફને આ અંગે જરૂરી કાર્યવાહી કરવા સુચના કરી બહેરા-મુંગા ભનુભાઇ ગોરધનભાઇ મકવાણા ઉ.વ.૪૦ ધંધો ભિક્ષાવૃતિ રહે. મુળ ગામ આરબ ટીંબડી હાલ રહે. દેરડીધાર આવાસ યોજના જેતપુર હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસ દ્વારા તપાસ કરી રાજકોટ આજીડેમ ચોકડી પાસેથી શોધી કાઢયા હતા. આ કાર્યવાહી જેતપુર પોલીસ સ્ટેશનના એએસઆઇ રાજાભાઇ વકાતર, પો.હેડ કોન્સ. રાણાભાઇ, વકાતર તથા પો.હેડ કોન્સ. ધવલભાઇ ગાજીપરા તથા લાલજીભાઇ દ્વારા કરાઇ હતી.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
