<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

ચોટીલામાં નકલી પોલીસ બની તોડ કેસ મામલે ભાવનગર DDOની મોટી કાર્યવાહી કરી : રાજ્ય આરોગ્ય મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી સસ્પેન્ડ : આરોગ્ય વિભાગમાં ઘેરા પડઘા

જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારી અને આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ અને અન્ય એક વ્યક્તિ સામે ગુન્હો નોંધાયો હતો ચોટીલાની એક હોસ્પિટલમા નકલી SOG પોલીસ કર્મચારી હોવાનું જણાવી તોડ કરવા ગયા'તા

ભાવનગર તા.૨૩

ચોટીલામાં નકલી પોલીસ બની તોડ કેસ મામલે ભાવનગર DDOએ મોટી કાર્યવાહી કરી છે. આરોગ્ય મહાસંઘના પ્રમુખને આરોગ્ય કર્મી તરીકેથી સસ્પેન્ડ કરાયા છે. રાજ્ય આરોગ્ય મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીને સસ્પેન્ડ કરાવામાં આવ્યા છે. આરોગ્ય મહાસંઘના પ્રમુખને આરોગ્ય કર્મી તરીકેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

મળતી માહિતી મુજબ,  ચોટીલામાં નકલી પોલીસ બનીને તોડ કરવા ગયેલા જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીને ભાવનગર DDOએ સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારી અને આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ અને અન્ય એક વ્યક્તિ સામે ગુન્હો નોંધાયો હતો. ચોટીલા ખાતે આવેલી એક હોસ્પિટલ નકલી SOG પોલીસ કર્મચારી હોવાનું જણાવી તોડ કરવા ગયા હતા.

હોસ્પિટલ મહિલા સંચાલક પાસે 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી. મહિલાના પુત્રએ ચોટીલા પોલીસ ખાતે ખાતે રણજીતસિંહ મોરી અને અન્ય એક વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવી છે. આ બનાવને લઈ ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારીએ આકરા પગલા લીધા છે. DDO હણુલ ચૌધરી દ્વારા આરોગ્ય વિભાગના કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. આરોગ્ય કર્મચારી અને આરોગ્ય મહાસંઘના પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવતા આરોગ્ય વિભાગમાં ઘેરા પડઘા પડ્યા છે. 

(4:52 PM IST)