<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

માળિયા-મીંયાણા-વનાળિયા સહિતના વિસ્‍તારના સ્‍થાનિકોએ ગટર પ્રશ્ને કર્યો ચક્કાજામ

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૨૪: મોરબીમાં ચક્કાજામના કાર્યક્રમોનો સિલસિલો હજુ યથાવત. આજે માળિયા- વનાળીયા સહિતના વિસ્‍તારોના સ્‍થાનિકોએ જુના રફાળેશ્વર રોડ ઉપર ગટર પ્રશ્ને ચક્કાજામ કર્યો હતો. જો કે મહાપાલિકાએ કામ શરૂ કરી દેતા ચક્કાજામ તો હટાવી લેવામાં આવ્‍યો છે પણ સ્‍થાનિકોએ હજુ ત્‍યાં જ પડાવ નાખેલો છે.

સ્‍થાનિકોએ જણાવ્‍યું છે કે માળિયા-વનાળિયા, સુભાસનગર અને રામદેવનગર સહિતના વિસ્‍તારોમાં ગટરનો છેલ્લા ૧૪ મહિનાથી પ્રશ્ન છે. જેની અનેક રજૂઆત કરી છે પણ કોઈ પરિણામ મળ્‍યું નથી. જુના રફાળેશ્વર રોડ પાસેથી મેઈન ડ્રેનેજ લાઈન નીકળે છે. જેની ૬ કુંડી છે. ૨ કુંડી બંધ છે. પણ આ બંધ કુંડી મળતી નથી. જેના કારણે માળિયા-વનાળિયા સહિતના વિસ્‍તારમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે

(1:53 PM IST)