News of Thursday, 24th July 2025
પોરબંદર :સસ્તા સોનાના બહાને નકલી સોનું આપી 10 લાખની ઠગાઈ કરનારી ગેંગ ઝડપાઇ : 9.58 લાખનો મુદ્દામાલ કબજે
અમરેલી એલસીબી પોલીસએ આ ગુનામાં બાવરી ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા :અન્ય 4 શખ્સોની શોધખોળ

પોરબંદર: માધુપુરની મહિલાએ દોઢ માસ પૂર્વે ધારીમાં છેતરપિંડી કરી હતી અને સસ્તા સોનાના બહાને નકલી સોનું આપી 10 લાખની ઠગાઈ કરનારી ગેંગને પોલીસે ઝડપી પાડી અને અમરેલી એલસીબી પોલીસએ આ ગુનામાં બાવરી ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 9.58 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. આ ઉપરાંત અન્ય 4 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
થોડા સમય પહેલા માધુપુરના વનિતાબેન કાનાભાઈ ચૌહાણને સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપીને આરોપીઓ દ્વારા વિશ્વાસમાં લઈને વનિતાબેન પાસેથી ડુપ્લીકેટ સોનું આપીને રોકડ રકમ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જેની ફરિયાદ વનિતાબેનને ધારી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. ફરિયાદની ગંભીરતાને લઈને અમરેલીના એસ.પી સંજય ખરાટ દ્વારા તમામ સ્ટાફને સૂચના આપેલી હોય તે અંતર્ગત ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે અમરેલી એલસીબી દ્વારા ધારીથી દલખાણીયા તરફ જઈ રહેલા આરોપીઓને રીક્ષા તેમજ મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા.
અમરેલી એલસીબી પોલીસે (1)દિલીપ જીવનભાઈ સોલંકી ઉંમર-33 રહેવાસી જૂનાગઢ, (2) ઈશ્વર ગંગારામ વાઘેલા ઉંમર-30 (3)આસિફ ભીખુશા રફાઈ ઉંમર-31 રહે માંગરોળ સહિત તમામને રોકડ ₹ 6,40,000 એક સોનાનો સિક્કો વજન 1.40 મિલિગ્રામ કિંમત 13000 100ના જેવા દેખાતા ધાતુના સિક્કા 543 કિંમત 2000 oppo કંપનીનો મોબાઇલ ફોન કિંમત 2000, બજાજ કંપનીની મેક્સિમમ જેડ સીએનજી ઓટો રીક્ષા રજીસ્ટ્રેશન નંબર જીજે 11 યુ 73 54 કિંમત ત્રણ લાખ મળે ફુલ 9,58,000નો મુદ્દામાલ એલસીબીએ ઝડપી કબજે લીધો હતો.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
