<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

સાવરકુંડલા નગર પાલિકા વોર્ડ ૮ ના ખાદી કાર્યાલય વિસ્‍તારની મુલાકાતે પૂર્વધારાસભ્‍ય દુધાત

સાવરકુંડલા તા.૨૫: નગર પાલિકા વોર્ડ નબર ૮ ના ખાદી કાર્યાલય મા આવેલ રામદેવપીર ના મંદીરે વણકર સમાજ ના આગેવાનો સાથે મુલાકાત કરી હતી  વર્તમાન રાજકીય સ્‍થિતિ સમીક્ષા કરવામાં આવી હતી જેમાં  પૂર્વ.ધારાસભ્‍ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે લોકોના પ્રશ્‍નો સાંભળ્‍યા હતા

આવનારી નગર પાલિકા ની ચૂંટણી માં કોંગ્રેસ સાથે રહેશું તેવી ઉપસ્‍થિત લોકો એ ખાતરી આપી અને કોંગ્રેસપક્ષ ને મજબૂત બનાવવા માટે સહકાર આપશું તેવી ખાત્રી મળી રહી છે આ પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ હસુભાઈ સૂચક માજી નગર પતિ વિપુલ ઉનાવા રમેશભાઈ જયાની હસુભાઈ બગડા હિતેશ સરૈયા નગર સેવક નાસીર ચોહાણ કિરીટ ભાઈ દવે અશોકભાઈ ખુમાણ હરજીભાઈ વિંઝુડા મગનબાપુ  ચંદુભાઈ ચાવડા વિગેરે દલિત સમાજ આગેવાનો કોંગ્રેસી કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:52 PM IST)