<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

જામનગર લોહાણા કન્‍યા છાત્રાલયમાં ડો.ધારા બારાઇ પરીવાર દ્વારા લાઇબ્રેરીમાં ૫૦૦ થી વધુ બુકો અર્પણ

જામનગરઃ વસંતરાય નાથાલાલ બારાઇ પરિવારના ડો.ધારાબેન બારાઇ (મેઘધારા આયુર્વેદિક હોસ્‍પિટલ) તરફથી સ્‍વ.હિરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્‍યા છાત્રાલયને ૫૦૦ નંગથી વધુ ઉપયોગી અને છાત્રાલયની દિકરીઓને નોલેજ મળી રહે તે હેતુથી છાત્રાલયની લાઇબ્રેરીમાં બુકો અર્પણ કરવામાં આવી છે જેમાં અલગ-અલગ લેખકોની બુકોનો સમાવેશ થયેલ છે. આ પ્રસંગે છાત્રાલયના ટ્રસ્‍ટી નિલેશભાઇ જય જલીયાણ મહિલા મંડળના પ્રમુખ રક્ષાબેન દાવડા, ગૃહમાતા શોભનાબેન પંચમતીયા, યોગાકોચ અલ્‍પાબેન મશરૂ, સહગૃહમાતા ગીતાબેન સહિત મહિલા મંડળના બહેનો ઉપસ્‍થિત રહયા હતા અને ડો.ધારાબેન બારાઇનું સન્‍માન સંસ્‍થા દ્વારા કરવામાં આવેલ હતુ.

(1:11 PM IST)