<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

હળવદ અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો બસ પ્રશ્ને ચક્કાજામઃ પોલીસે બળજબરી કરતા મામલો બિચકયો

 

( દીપક જાની દ્વારા ) હળવદ તા. રપ :.. હળવદની  શાળા અને કોલેજ માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ હળવદ થી ચરાડવા માટે બપોરે સાડા બાર ની આસપાસ લોકલ બસ ચાલુ કરવા ની માંગ કરી હતી . પરંતુ કોઈ બસ બપોરે અઢી વાગ્‍યા પેહલા ના આવતી હોય બપોરે વિદ્યાર્થીઓએ હળવદના રાણેકપર ત્રણ રસ્‍તા ઉપર ચક્કાજામ કરી ને ભારે રોષ ઠાલવ્‍યો હતો. 

આ દરમ્‍યાન પોલીસ એ બળજબરી કરી વિદ્યાર્થીઓ ને જીપ મા બેસાડવા ની કોશિશ કરતા મામલો બિચકયો હતો અને ઘર્ષણ સર્જાયું હતું.

જોકે આ ચક્કાજામ પછી બસ આવતા મામલો શાંત પડ્‍યો હતો.  ચરાડવા અને અન્‍ય ગ્રામ્‍ય વિસ્‍તારોમાં થી મોટી સંખ્‍યા માં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અપ ડાઉન કરે છે આ થી બપોરે ૧૨ વાગ્‍યા થી લઈ ને બપોર ૨-૩૦ સુધી કોઈ જ બસ નથી હોતી. જેથી વરસાદ અને તડકા મા રસ્‍તા ઉપર ઊભું રહેવું પડે છે જે થી બપોરે ૧૨-૩૯ વાગ્‍યે બસ શરૂ કરવા માં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ છે.

(1:12 PM IST)