News of Friday, 25th July 2025
ભાવનગર જિલ્લાના બ્રિજ અને રસ્તાઓના કામો અંગે પ્રભારી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં યોજાઇ સમીક્ષા બેઠક
નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે રીતે રસ્તાઓના કામને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા તાકીદ

રાજકોટ : ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં આવેલ બ્રિજની ચકાસણી તથા આપત્તિ વ્યવસ્થાપન અને ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓના દૂરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક મહાનગરપાલિકાના હોલમાં યોજાઈ હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિヘુિત કરવા માટે પ્રભારી મંત્રીશ્રીઓ દ્વારા જિલ્લાકક્ષાએ જઈને ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓની કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે. આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરીને કામગીરીનો ચિતાર મંત્રીશ્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં આવેલ બ્રિજ તથા રસ્તા પર ભારે વરસાદના કારણે થયેલ નૂકશાની તથા રોડ દુરસ્તીની નિયત સમયમાં કરવામાં આવેલ પેચવર્ક તથા રીસરફેશિંગની કાર્યવાહીથી ઙ્કભારી મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા. આ ઉપરાંત પ્રતિબંધિત માર્ગ અંગેના જાહેરનામા તથા જિલ્લાના વિવિધ માર્ગોની વિગતો પણ મંત્રીશ્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયત અને નગરપાલિકા હસ્તકના માર્ગો અને બ્રીજો અંગેની સ્થિતિ અને કામગીરી અંગે સમીક્ષા કરી હતી. વધુમાં પ્રભારી મંત્રીશ્રીએ વર્ષાઋતુ દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે રીતે બાકી રહેલ રસ્તાઓનું સત્વરે સમારકામ કરવા ઉપર ભાર મૂકયો હતો. સાથોસાથ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો, આંગણવાડીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અંગે પણ સમીક્ષા કરી હતી. જોખમ હોય તેવી તમામ બિલ્ડીંગ બંધ કરવા અને આ માળખાની સ્થિતિને સુદૃઢ બનાવવા માટે તુરંત પગલાં લેવાના સૂચના આપી હતી. આ બેઠકમાં મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, શિવાભાઈ ગોહિલ, ભીખાભાઈ બારૈયા, ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા, પ્રભારી સચિવ આલોક કુમાર પાંડે, મ્યુ.કમિશ્નર ડો. એન. કે. મીના, જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર ધવલ પંડ્યા, પોલીસ અધીક્ષક ડો. હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષક વાય. એ. દેસાઈ, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, મદદનીશ કલેકટર પ્રતિભા દહીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, આગેવાન કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
