News of Friday, 25th July 2025
જામનગરમાં જંગલેશ્વર મહાદેવ મંદિર તોડી પડાયું : અમાસના દિવસે જ શાસ્ત્રોક્ત વિધિથી વિસર્જન : મંદિરની બાજુમાં નવા મંદિરનું નિર્માણ
નવા મંદિરમાં શિખરની અકમગીરી પૂર્ણ થતા પ્રાણ પ્રતિષ્ઠા કરી શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિર કાર્યરત થશે

જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ પાછળના તળાવ નજીક આવેલ જંગલેશ્વર મહાદેવનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે. આ મંદિર તળાવના બ્યુટીફિકેશન માટે અડચણરૂપ હતું. અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળો યોજવાનો હોવાથી તાત્કાલિક રસ્તા ખુલ્લા કરવાના ભાગરૂપે તંત્ર દ્વારા એકાએક આ મંદિર તોડી પાડ્વામા આવ્યું છે. આ પૂર્વે અમાસના દિવસે જ જંગલેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠિત શિવલિંગ જર્જરીત થતા તેનું શાસ્ત્રોકત વિધિ અનુસાર વિસર્જન કરવામાં આવ્યું છે અને મંદિરની બાજુમાં જ એક નવું મંદિર તૈયાર કરવામાં આવી રહ્યું છે જેમાં શિખરની કામગીરી બાકી છે અને ત્યારબાદ તાત્કાલિક પ્રાણ પ્રતિષ્ઠા કરી શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિર કાર્યરત કરવામાં આવશે. જે પ્રગતિમાં કામ ચાલુ છે તે મંદિર પણ ટ્રસ્ટીઓ સાથે તસવીરમાં જોઈ શકાય છે. ( તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
