News of Friday, 25th July 2025
મોરબીના વાંકાનેરના કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બની
અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છેઃવઘાસીયા ટોલનાકા પાસે આવેલા કારખાનામાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

મોરબી,તા.૨૪
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર મોરબી જિલ્લામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોરબીના વાંકાનેરના કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. વઘાસીયા ટોલનાકા પાસે આવેલા કારખાનામાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મોરબીના વાંકાનેરમાં આવેલી એકવા ટોપ નામના કારખાનામાં આગ લાગી હતી. અગમ્ય કારણોસર આગ લાગતા કારખાનામાં ભારે નુકસાન થયું છે. જોકે સમગ્ર ઘટના અંગે સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની જહેમત હાથ ધરી હતી. પરંતુ આગ કાબુમાં ન આવતા મોરબી અને રાજકોટથી ફાયરની ટીમો બોલાવવાની ફરજ પડી હતી.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
