News of Sunday, 27th July 2025
મોરબીમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રાના આયોજન સંદર્ભે હિંદુ સંગઠનોની બેઠક યોજાઈ
શહેરના રાજમાર્ગો પર ૧૯ મટકીફોડ કાર્યક્રમ : અલગ અલગ સ્થળે વિવિધ સંસ્થાઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના સર્વે હિંદુ સંગઠન દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય શોભાયાત્રાના આયોજન સંદર્ભે શુક્રવારે રાત્રે જલારામ મંદિર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં વિવિધ હિંદુ સંગઠનના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
જન્માષ્ટમી શોભાયાત્રામાં વિવિધ સંગઠનો અને સર્વે સનાતની હિંદુ સમાજ દ્વારા અલગ અલગ ધાર્મિક પ્લોટ્સ બનાવી શોભાયાત્રામાં જોડાશે શહેરના રાજમાર્ગો પર ૧૯ મટકીફોડ કાર્યક્રમ યોજાશે અલગ અલગ સ્થળે વિવિધ સંસ્થાઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાશે.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
