<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થી વાસુ રૂપાલાએ ગુજરાત સ્ટેટ લેવલ પિસ્તોલ ચેમ્પિયનશિપમાં મોરબીનું નામ રોશન કર્યું

પી.જી. પટેલ કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા- જતિનભાઈ આદ્રોજા, આચાર્ય ડૉ રવિન્દ્ર ભાઈ ભટ્ટ, કોલેજ સ્ટાફ તેમજ કોલેજ વિધાર્થી મિત્રો દ્વારા શુભકામના પાઠવવામાં આવેલ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ 61મી ગુજરાત સ્ટેટ રાયફલ પિસ્તોલ  શૂટિંગ ચેમ્પિયનશિપનું આયોજન સંપન્ન થયું. જેમાં મોરબીની નામાંકિત પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થી  મૂળ નાનીવાવડી ગામના વતની હાલ મોરબી રહેતા વાસુ  રમેશભાઈ રૂપાલાએ ગુજરાત લેવલની રાયફલ પિસ્તોલ ચેમ્પિયનસીપમાં  વાસુ રૂપાલા એ


50 મીટર પિસ્તોલ NR. માં ગોલ્ડ મેડલ,
25 મીટર સેન્ટર ફાયાર પિસ્તોલમાં સિલ્વર મેડલ ,
25 મીટર સ્ટાન્ડર પિસ્તોલ મેન માં બ્રોન્ઝ મેડલ,
25 મીટર સ્ટાન્ડર પિસ્તોલ NR માં સિલ્વર મેડલ

આમ ગુજરાત લેવલની કોમ્પિટેશન માં ચાર મેડલ મેળવી પી જી પટેલ કોલેજ,રૂપાલા પરિવાર તેમજ મોરબી  જિલ્લાનું ગુજરાતમાં નામ રોશન  કરતા વાસુ રૂપાલાને મિત્ર વર્તુળ તેમજ પી.જી. પટેલ કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા- જતિનભાઈ આદ્રોજા, આચાર્ય ડૉ રવિન્દ્ર ભાઈ ભટ્ટ, કોલેજ સ્ટાફ તેમજ કોલેજ વિધાર્થી મિત્રો દ્વારા શુભકામના પાઠવવામાં આવેલ.

(1:03 AM IST)