News of Monday, 28th July 2025
શ્રાવણના પ્રથમ સોમવારે શ્રી સોમનાથ મહાદેવને બિલીપત્ર શ્રૃગાર
વહેલી સવારથી ભાવિકો દર્શન માટે ઉમટયાઃ બપોર સુધીમાં અડધા લાખ ભકતજનોએ દર્શનનો લાભ લીધો

(દિપક કક્કડ દ્વારા) પ્રભાસપાટણ તા ૨૮ :.. પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે લોકો નો મોટી સંખ્યામાં ધસારો જોવા મળેલ છે સોમનાથ દર્શન માટે લોકો રવિવાર ના દુર દુર થી પગપાળા ચાલીને આવી રહેલ છે તેમજ એસ ટી, રેલ્વે અને પોતાના પ્રાયવેટ વાહનો દ્વારા સોમનાથ મહાદેવ ના દર્શને પધારી રહ્યા છે અને વહેલી સવારે મંદિર ખુલવા ની પ્રતાક્ષા મા લાબી કતારો લાગેલ હતી. અને બપોર સુધીમાં પ૦ હજાર ભાવિકોએ દર્શન કર્યા હતાં.
સોમવારે મંદિર વહેલી સવારે ૪ કલાકે ખુલવા મા આવેલ ત્યારે દર્શન માટે લાંબી કતારો લાગી હતી, પ્રાંત મહાપુજા સવારે ૬ થી ૭ સુધી, આરતી ૭ થી ૭-૧૫ સુધી, સવા લક્ષ બિલ્વાર્ચન ૭-૩૦ થી ૧૦-૪૫ સુધી,પાલખી પુજન તથા યાત્રા ૮-૩૦ કલાકે, મધ્યાહન મહાપુજા ૧૧ થી ૧૨ સુધી, મધ્યાહન આરતી ૧૨ થી ૧૨.૧૫ સુધી,સવા લક્ષ બિલ્વ પત્ર ૧૨,૩૦ થી૨-૩૦ સુધી, સાંજના વિશેષ શ્રળંગાર દર્શન ૫ થી ૮-૩૦ જેમા મહાદેવ ને બિલ્વ પત્ર શ્રળંગાર કરવામાં આવશે,દિપ માળા ૬-૩૦ થી ૭-૩૦ સુધી સાંજ ની આરતી ૭ થી ૭,૨૦ સુધી
સોમનાથ મહાદેવ ને શ્રાવણ ના પ્રથમ સોમવારે બિલ્વ પત્ર નો શ્રળંગાર કરવામાં આવશે તેમજ સવાર ના ભગવાન ની પાલખી યાત્રા નિકળશે આ પાલખી યાત્રા સોમનાથ મંદિર પરિસરમાં ભગવાન મહાદેવ નગર ચર્ચા એ નિકળશે ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાશે
સોમનાથ પગ પાળા દુર દુરથી ચાલીને આવતા યાત્રિકો માટે રસ્તા મા સેવાભાવી લોકો દ્વારા ચા, પાણી, ફરાળી નાસતો સહિત ની વ્યવસ્થા કરવામાં આવેલ છે
સોમવારે મંદિરે ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાના હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એસ પી મનોહર સિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો,એસ,આર પી,જી આર,ડી સોમનાથ ટ્રસ્ટ ની સેકયુરીટી સહિત નો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે
તેમજ યાત્રીકો ને ધ્યાને લઈ ચોવિસ કલાક સફાઇ અભિયાન હાથ ધરવામાં આવેલ છે જેમા યાત્રા ધામ વિકાસ બોર્ડ અને નગરપાલિકા દ્વારા આ કામગીરી કરી રહેલ છે. (પ-૧ર)
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
